ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કેસ અતિ ઝડપથી વધી રહયાં છે. કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી અમદાવાદમાં હાઇકોર્ટ તથા યુનિવર્સીટીમાં માસ્ક વિના આવતાં લોકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે.
રાજ્યમાં કોરોના કોહરામ મચાવી રહ્યો છે અને ખાસ કરીને અમદાવાદમાં સૌથી વધુ કેસ આવી રહ્યા છે ત્યારે અમદાવાદ મનપાએ વેક્સિનના બંને ડોઝ ન લીધા હોય તેવા લોકોને તેની કચેરીઓમાં પ્રવેશ નહીં આપવાનો પરિપત્ર કર્યો હતો. હવે હાઇકોર્ટ તેમજ ગુજરાત યુનિવર્સિટીમાં પણ નો-વેક્સિન, નો-એન્ટ્રી નો નિયમ લાવવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટની વાત કરવામાં આવે તો હાઇકોર્ટમાં પ્રવેશદ્વાર પર વકીલો અને સ્ટાફને રોકીને રસીના બંને ડોઝ લીધા હોવાનું પ્રમાણપત્ર તપાસવામાં આવે છે. આ ઉપરાંત હાઇકોર્ટમાં વકીલ, પક્ષકારો અને કોર્ટના સ્ટાફ સિવાય કોઇને પ્રવેશની મંજૂરી નથી.
ગુજરાત હાઇકોર્ટ બાદ વાત કરીશું યુનિવર્સીટીની.. ગુજરાત યુનિવર્સિટીએ પણ વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સ્ટાફ માટે નિયમ બનાવ્યો છે. નવા નિયમ મુજબ વેક્સિનના બંને ડોઝ લીધા હશે તેમને જ પ્રવેશ આપવામાં આવશે. આ અંગેનો પરિપત્ર યુનિવર્સિટીના રજિસ્ટાર પિયુષ પટેલે બહાર પાડ્યો છે. હવેથી કેમ્પસ અને પરિસરમાં તેજ લોકો આવી શકશે જેમણે વેક્સિનના બે ડોઝ લીધા હશે. તહેવારો અને ચુંટણીઓ બાદ ફરીથી કોરોનાની લહેર આવી છે ત્યારે રાજય પણ ફરી એક વખત આશિક પ્રતિબંધો તરફ આગળ વધી રહયું છે.