અમદાવાદ : પ્રોપર્ટી વિવાદ નહીં પણ પત્નીના આડા સંબંધને લઈ કરાય પરિવારના 4 સભ્યોની સામૂહિક હત્યા…

વિરાટનગરમાં પરિવારના 4 સભ્યોનો હત્યારો ઈન્દોર અને રાજસ્થાન બોર્ડર પરથી ઝડપાયો પત્નીના આડા સંબંધ હોવાથી કરી હત્યા

New Update
અમદાવાદ : પ્રોપર્ટી વિવાદ નહીં પણ પત્નીના આડા સંબંધને લઈ કરાય પરિવારના 4 સભ્યોની સામૂહિક હત્યા…

અમદાવાદના વિરાટનગરમાં એક જ પરિવારના 4 સભ્યોની ઘરના મોભીએ જ કરેલી સામૂહિક અને ઘાતકી હત્યામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે 48 કલાકની તપાસ બાદ હત્યારાની ધરપકડ કરી પૂછપરછ કરતાં આ હત્યાકાંડ પ્રોપર્ટી વિવાદના બદલે આડા સંબંધમાં થયો હોવાનું બહાર આવ્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એસ.પી., ડી.પી.ચુડાસમાએ જણાવ્યું હતું કે, ઇન્દોરથી અમદાવાદ આવતા હત્યારા આરોપી વિનોદ મરાઠીને ઝડપી લેવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં છેલ્લા 2 વર્ષથી પત્નીના અન્ય પુરુષ સાથે આડા સંબંધ હતા. ઉપરાંત પોતાની માતાને અન્ય પુરુષ સાથે દીકરાએ પણ જોઈ લેતા પોતાના પિતાને જાણ કરી હતી, ત્યારે તે બાદ જ વિનોદ મરાઠીએ મનમાં ધારી લીધુ હતુ કે, તે પોતાની પત્નીને મારી નાંખશે. જેથી તેણે હત્યાના દિવસે પત્નીને આંખ પર પાટા બાંધીને કહ્યુ હતું કે, તને સરપ્રાઇઝ આપવાની છે. જે બાદ વિનોદે પત્નીને છરીના ઘા મારી દીધા હતા. આ દરમ્યાન તેની દીકરી અને દીકરાએ પણ જોઈ લેતા બન્ને બાળકોને પણ મોતને ઘાટ ઉતારી દીધા હતા.

હત્યારા વિનોદ મરાઠીએ બાળકોને મારતા પહેલા વિચાર્યું હતું કે, મેં મારી પત્નીનું ખૂન કરી લીધું છે. મને જેલ થશે અને મારા બાળકોનું શું થશે, તેથી તેણે પોતાના બન્ને બાળકોને પણ છરીના ઘા મારીને હત્યા નિપજાવી હતી. જે બાદ વડ સાસુ પત્નીને તેના વિરુદ્ધ ચઢાવતી હોવાથી તેણે વડ સાસુને પણ બોલાવી તેની પણ હત્યા નિપજાવી હતી. જે બાદ તેણે સાસુને એટલે સોનલની માતાને પણ બોલાવી હતી. પરંતુ ત્યારે વિનોદને થયું કે, મેં ખોટું કર્યું છે. એટલે તેણે સાસુને માર માર્યો હતો. પરંતુ હત્યા કરી ન હતી.

ત્યારબાદ સાસુને તેના ઘરે મુકી આવ્યો હતો, જેથી સાસુને જાણ ન હતી કે, તેણે 4 ખૂન કરી દીધા છે. જોકે, વિનોદે સાસુને સમજાવી દીધું હતું કે, કોઇ પૂછે તો કહેજો કે, તેમને અકસ્માતમાં પડી જવાથી આ ઇજા પહોંચી છે. તે બાદ તે બસમાં બેસીને જતો રહ્યો હતો. પરંતુ તેને થયું કે, પત્ની જેની સાથે અનૈતિક સંબંધ હતા, તેને પણ હું મારી નાંખીશ. એવું વિચારીને તે ઇન્દોરથી સિટી બસમાં બેસીને અમદાવાદ પરત આવી રહ્યો હતો. તે દરમ્યાન ક્રાઇમ બ્રાંચ પોલીસે તેને ઈન્દોર-રાજસ્થાન બોર્ડર નજીકથી દબોચી લીધો હતો.

Latest Stories