અમદાવાદ : મહેશ્વરી સમાજ દ્વારા ઓઢવમાં યોજાયો મેડિકલ ચેકઅપ કેમ્પ, લોકોએ આરોગ્ય સેવાનો લાભ લીધો...

ઓઢવ વિસ્તારમાં મહેશ્વરી સમાજ દ્વારા વિનામુલ્યે લોકોના આરોગ્યની તપાસ અર્થે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ : મહેશ્વરી સમાજ દ્વારા ઓઢવમાં યોજાયો મેડિકલ ચેકઅપ કેમ્પ, લોકોએ આરોગ્ય સેવાનો લાભ લીધો...
New Update

અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં મહેશ્વરી સમાજ દ્વારા વિનામુલ્યે લોકોના આરોગ્યની તપાસ અર્થે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં મહેશ્વરી સમાજ દ્વારા વિનામુલ્યે લોકોના આરોગ્યની તપાસ અર્થે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં લોકોને હ્રદય રોગ, આંખની તપાસ, બ્લડપ્રેસર, ડાયાબિટીસ સહિત વિવિધ રોગોની તપાસ કરવામાં આવી હતી. એટલું જ નહીં, જે લોકોને ગંભીર બીમારીઓથી પીડાય રહ્યા છે, તેવા દર્દીઓને નિષ્ણાંત તબીબો દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મેડિકલ ચેકઅપ કેમ્પમાં 100થી વધુ લાભાર્થી દર્દીઓએ આરોગ્ય સેવાનો લાભ લીધો હતો. તો સમગ્ર કેમ્પને સફળ બનાવવા મહેશ્વરી સમાજના ભંવરલાલ, ડો. કમલ કિશોર પોરવાલ, કર્ણાવતી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની ટીમે તેમજ કારોબારી સમિતિના સભ્યો અને મહેશ્વરી સમાજના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #organized #Medical checkup camp #Ahmedabad #Maheshwari Samaj #Odhav
Here are a few more articles:
Read the Next Article