Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : બ્રિટનના PM બોરિસ જોન્સન અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વચ્ચે બેઠક, ગુજરાતના ઉદ્યોગો અંગે કરી ચર્ચા...

બ્રિટનના PM બોરિસ જોન્સન ગુજરાત પ્રવાસે છે, ત્યારે અમદાવાદ એરપોર્ટ બહાર તેમનું ઢોલ-નગારાં અને ગુજરાતની ઝાંખી સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું.

X

બ્રિટનના PM બોરિસ જોન્સન ગુજરાત પ્રવાસે છે, ત્યારે અમદાવાદ એરપોર્ટ બહાર તેમનું ઢોલ-નગારાં અને ગુજરાતની ઝાંખી સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું. તેઓએ ગાંધી આશ્રમની મુલાકાત બાદ ગૌતમ અદાણી સાથે બિઝનેસ અંગે મહત્વની બેઠક યોજી હતી.

બ્રિટનના વડા ધાન બોરિસ જોન્સન આજે ગુજરાતની મુલાકાતે છે, ત્યારે અમદાવાદના ગાંધી આશ્રમની મુલકલાત બાદ તેઓએ ગૌતમ અદાણી સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં ભારતને ડિફેન્સ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા માટે મોટો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં ભારતીય વિદ્યાર્થીઓને 2 લાખ પાઉન્ડની સ્કોલરશીપ આપવામાં આવશે. આ સાથે જ ડિફેન્સ, એરોસ્પેસ, ગ્લોબલ વોર્મિંગ અને સોલાર ઉર્જા અંગે બેઠક દરમ્યાન ચર્ચા થઈ હતી. આ ઉપરાંત ઉર્જા ક્ષેત્રમાં ઉર્જા ક્ષેત્રમાં રોકાણ કરી 5 લાખ જેટલા રોજગાર ઉભા કરાવામાં આવશે. જે માટે અદાણી ગ્રુપ અને બ્રિટનની કંપની સાથે મળી કામ કરશે.

આ સાથે એરોસ્પેસ અને ડિફેન્સ ટેક્નોલોજી પર પણ કામ કરશે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં બ્રિટનના વડાપ્રધાને ગૌતમ અદાણીને બ્રિટનમાં જૂન મહિનામાં યોજાનારી ક્લાયમેટ અને સાયન્સ ટેક્નોલોજીની સમીટમાં જોડાવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. અત્રે મહત્વનું છે કે, PM બોરિસ જોન્સન અદાણી સાથે બેઠક યોજી બપોર બાદ સ્પેશિયલ હેલિકોપ્ટર મારફતે અમદાવાદથી હાલોલ જવા નીકળ્યા હતા. જ્યાં તેઓએ JCB પ્લાન્ટની મુલાકાત લીધી હતી. ત્યારબાદ ગાંધીનગર સ્થિત અક્ષરધામ અને ગુજરાત બાયોટેકનોલોજી યુનિ.ની પણ મુલાકાત લેવા પહોચ્યા હતા. ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીના સંશોધન વિદ્વાનો, લેબ ટેકનિશિયન અને ફેકલ્ટી સભ્યો સાથે વાર્તાલાપ કરી બાદમાં મીડિયાને પણ સંબોધન કરવા તેઓ અમદાવાદ પરત ફરશે.

Next Story