અમદાવાદ:સ્થાનિકોના ભારે વિરોધના પગલે નારણપુરમાં મેગા ડિમોલેશનની કામગીરી હાલ પૂરતી મોકૂફ

નારણપુરા ક્રોસિંગથી ગામ સુધીના 1.5 કિલોમીટરના રોડને પહોળો કરવા માટે આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી

New Update
અમદાવાદ:સ્થાનિકોના ભારે વિરોધના પગલે નારણપુરમાં મેગા ડિમોલેશનની કામગીરી હાલ પૂરતી મોકૂફ

અમદાવાદના નારણપુરા ક્રોસિંગથી ગામ સુધીના 1.5 કિલોમીટરના રોડને પહોળો કરવા માટે આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવનાર હતી જો કે સ્થાનિકોના ભારે વિરોધના કારણે આ કામગીરી મોકૂફ રાખવામા આવી છે.

અમદાવાદના નારણપુરા ક્રોસિંગથી ગામ સુધીના 1.5 કિલોમીટરના રોડને પહોળો કરવા માટે આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેનો પગલે સ્થાનિક લોકો નારણપુરા લાડલી ચાર રસ્તા પાસે ભેગા થયા હતા. મોટી સંખ્યામાં લોકો વિરોધ કરવા પહોંચ્યા હતા. સ્થાનિકોના વિરોધના પગલે તંત્ર દ્વારા એક દિવસ પૂરતું મેગા ડિમોલેશન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી કયા દિવસે હવે અમલીકરણ કરવામાં આવશે તેની કોઈ તારીખ આપવામાં આવી નથી. નારણપુરામાં સ્થાનિક લોકોના વિરોધ બાદ આજે ભાજપના નેતાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ નમતું જોખવાની ફરજ પડી છે. ગઈકાલ રાત સુધી ભાજપના સ્થાનિક નેતાઓને કોર્પોરેટરો રોડ કપાતના અમલીકરણ માટે મક્કમ હતા. કોઈપણ સંજોગોમાં આ રોડ કપાત કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ આજે સવારે જો રોડ કપાત થશે તો મોટો વિવાદ ઊભો થાય તેવા ડરના કારણે હાલ પૂરતું માટે આ ડિમોલેશન રોકવાનો નિર્ણય લીધો છે.

Latest Stories