એક બાજુ અમદાવાદ શહેર સ્માર્ટ બનવા જઈ રહ્યું છે જે ગુજરાતનું પ્રથમ મેટ્રો સીટી તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ મેટ્રોની કામગીરી ધીમી ગતીએ ચાલતા જનતાને ભારે હાલાકીમો સામનો કરવો પડી રહ્યો છે.
અમદાવાદ શહેરમાં એક બાજુ મેટ્રોની કામગીરી ગોકળગાયની જેમ ચાલી રહી છે ત્યારે આ ધીમી કામગીરીના કારણે શહેરના અને રસ્તાઓની હાલત બિસમાર જોવા મળી આવે છે ત્યારે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં મેટ્રોની કામગીરીથી 90 જગ્યા પર રોડ અને ડ્રેનેજ લાઈન તૂટી જવા પામી છે. જેમાં સૌથી વધુ સાબરમતી અને સ્ટેડિયમ વોર્ડમાં રોડ અને ડ્રેનેજ લાઈન તૂટી જવાની ફરિયાદ સામે આવી છે.
મેટ્રો રેલ ઓથોરિટી દ્વારા તૂટેલા રસ્તાના સમારકામ ન કરવામાં આવતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં 132 ફૂટ રિંગરોડ પર વ્યાસવાડી થી રાણીપ ક્રોસ રોડ-ચીમનભાઈ સુધી મેટ્રોની કામગીરી દરમ્યાન 1 કિલોમીટર રોડ તુટી જવા પામ્યો હતો જેમાં સ્થાનિક કોર્પોરેટર દ્વારા અનેકવાર ફરિયાદ કરવામાં આવી તેમ છતાં માત્ર 300 મીટર રોડનું જ કામકાજ કરવાં આવ્યું છે અને આગામી 700 મીટર રોડ કામકાજ આગામી સમયમાં પૂરું કરવાની મૌખિક બાહેંધરી આપી છે. વેજલપૂર, નવરંગપુરા, નવાવાડજ જેવી 10થી વધારે જગ્યા પરથી પણ રોડ રસ્તા અને ડ્રેનેજ લાઈન તૂટી જવાની ફરિયાદ આપવામાં આવી છે.
અમદાવાદમાં મેટ્રોનું કામ ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે ત્યારે બીજી બાજુ મેટ્રોના કામથી અને કે રસ્તાને ડાયવર્ઝન પણ આપવામાં આવ્યા છે. જ્યારે અમુક રસ્તામાં ઘણા વર્ષથી ચાલુ હોવાથી ટ્રાફિકની સમસ્યા પણ ઊભી થઈ છે જેમાં ગાંધીબ્રિજ થી કામા હોટલ સુધીનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર ગાંધી બ્રિજ પાસે આવેલા ડ્રેનેજ સ્ટેશન નજીક મેટ્રોનું કામકાજ ચાલુ થવાથી 18 ઓગસ્ટ સુધી ગાંધી બ્રિજથી કામ હોટલ સુધીનો તમામ વાહન વ્યવહાર બંધ રહેશે. મેટ્રોની કામગીરી ના લીધે અમદાવાદના અનેક રસ્તા બંધ રહેશે જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે.