Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: યુક્રેનથી વધુ 27 વિદ્યાર્થીઓ પરત ફર્યા, પરિવારમાં ખુશીનો માહોલ

યુક્રેનમાં યુદ્ધની પરિસ્થિતી વચ્ચે આજે વધુ 27 વિદ્યાર્થીઓ વતન પરત ફર્યા હતા ત્યારે ગાંધીનગર ખાતે સી,.એમ.ભુપેન્દ્ર પટેલે તેઓનું સ્વાગત કર્યું હતું

X

યુક્રેનમાં યુદ્ધની પરિસ્થિતી વચ્ચે આજે વધુ 27 વિદ્યાર્થીઓ વતન પરત ફર્યા હતા ત્યારે ગાંધીનગર ખાતે સી,.એમ.ભુપેન્દ્ર પટેલે તેઓનું સ્વાગત કર્યું હતું

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ દરમિયાન અભ્યાસ અર્થે ગયેલા અનેક ગુજરાતી વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હતા. જેના કારણે વિદ્યાર્થીઓ અને તેના વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળતો હતો. યુક્રેનથી ગઈકાલે મુંબઇ અને દિલ્લી આવેલા 44 વિદ્યાર્થીઓને ગુજરાતમાં પોતાના ઘેર લાવવામાં આવ્યા હતા. ત્યારે ઓપરેશન ગંગા અન્વયે આવેલી પહેલી ફલાઇટમાં ગુજરાતના 100 જેટલા યુવા વિદ્યાથીઓ મુંબઈ અને દિલ્હી પહોંચ્યા હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હીથી વોલ્વો બસ મારફતે આજે વહેલી સવારે ગુજરાત પહોંચેલા યુવાઓને ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પુષ્પ ગુચ્છ આપીને આવકાર્યા હતા. મુખ્યમંત્રીએ આ યુવાઓ સાથે સંવાદ કર્યો હતો. આજે સવારે કુલ 27 વિદ્યાર્થીઓ ગાંધીનગર પહોંચ્યા હતાં. ગાંધીનગર,અમદાવાદ,વડોદરા, ભરૂચ,વલસાડ,સુરત,ગીર સોમનાથ,અમરેલી,સોમનાથ,સુરેન્દ્રનગરના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે આ તમામ વિદ્યાર્થીઓના વાલીઓ સાથે વાતચીત કરીને સાત્વનાઓ પાઠવી હતી.

Next Story