-
શિષ્યવૃતિને પુનઃ ચાલુ કરવા માટે આંદોલન
-
આદિવાસી સમુદાયના ઉમેદવારોએ કર્યું વિરોધ પ્રદર્શન
-
આપનાં MLA ચૈતર વસાવા પણ આંદોલનમાં જોડાયા
-
ઉમેદવારોએ સરકાર વિરોધ કર્યા સુત્રોચ્ચાર
-
પોલીસે વિરોધ પ્રદર્શન કરતા ઉમેદવારોની કરી અટકાયત
ગાંધીનગરમાં આદિવાસી સમુદાયના મેનેજમેન્ટ ક્વોટામાં મળતી શિષ્યવૃત્તિને પુનઃ ચાલુ કરવા આંદોલન કરવા પહોંચેલા ઉમેદવારોની પોલીસે અટકાયત કરી હતી. જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પણ જોડાયા હતા.
કેન્દ્ર સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો હતો કે જે ઉમેદવાર મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવશે તો તેને શિષ્યવૃતિ મળવાપાત્ર રહેશે નહીં.આ વિષયે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 28 ઓક્ટોબર 2024નો વધારે ઉમેરા સાથે પરિપત્ર કર્યો હતો કે જે વિદ્યાર્થી વેકેન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવે છે, તો તે આપોઆપ મેનેજમેન્ટ ક્વોટામાં પરિવર્તિત થઈ જશે.
આ મુદ્દે ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં મેનેજમેન્ટ ક્વોટા માંથી શિષ્યવૃત્તિ બંધ કરી ખૂબ અન્યાય કરી રહી છે. આ મનસ્વી ફરમાનને કારણે આદિજાતિ સમાજના 50,000 કરતા પણ વધુ બાળકો શિષ્યવૃત્તિથી વંચિત રહી શકે છે.
આ પરિપત્રની અગાઉ જે સંસ્થાઓએ વેકેન્ટ ક્વોટામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપી ચૂક્યા છે, જેમાં ડિપ્લોમા, ડિગ્રી, ફાર્મસી, નર્સિંગ આ બધા વિદ્યાર્થીઓ જેને વેકેન્ટ ક્વોટામાં પ્રવેશ મળ્યો છે, તે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર રહેશે નહીં તેવો રાજ્ય સરકારનો પરિપત્ર થયો છે.રાજ્ય સરકારનો આ અણઘડ નિર્ણય હોવાનું આદિવાસી સમાજના ઉમેદવારો જણાવી રહ્યા છે,અને તાત્કાલિક રાજ્ય સરકાર આ નિર્ણયને પાછો ખેંચે તેવી માંગ સાથે ગાંધીનગરમાં આદિવાસી સમાજના ઉમેદવારોએ વિરોધ પ્રદશન કર્યું હતું,અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા,આ પ્રસંગે ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પણ જોડાયા હતા.