Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : કાંકરિયા ખાતે દિવ્યાંગ બાળકો માટે સાંસદ ખેલ સ્પર્ધા યોજાય, વિવિધ રમતોનું આયોજન...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વસ્થ ભારત નિર્માણના ઉદ્દેશને સાકાર કરવા ગુજરાતના સાંસદો પણ કટિબદ્ધ બન્યા છે

X

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વસ્થ ભારત નિર્માણના ઉદ્દેશને સાકાર કરવા ગુજરાતના સાંસદો પણ કટિબદ્ધ બન્યા છે, ત્યારે અમદાવાદના ભારતીય જનતા પાર્ટીના સાંસદ કિરીટ સોલંકી દ્વારા કાંકરિયા ખાતે સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ શહેરના કાંકરિયા સ્થિત એકા ક્લબ ખાતે ભારતીય જનતા પાર્ટીના સાંસદ કિરીટ સોલંકી દ્વારા સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિવ્યાંગ બાળકો સહિત રાજ્યકક્ષાના રમતવીરોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં જુદી જુદી રમતો જેવી કે, કબડ્ડી, ખો-ખો, ફૂટબોલ, હોકી, પેરાગ્લાઈડિંગ, જુડો અને ઘોડેસવારી સહિતની વિવિધ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સ્પર્ધામાં દિવ્યાંગો અને મહિલાઓ માટે અલગ-અલગ રમતો રમાડવામાં આવી હતી. આ સ્પર્ધાના ઉદ્ઘાટન સમારંભમાં હોકીના જાદુગર એવા મેજર ધ્યાનચંદના પુત્ર અશોક ધ્યાનચંદ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના શહેર કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહ, ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ, પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story