Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: રાષ્ટ્રધ્વજનું અપમાન કરવા બદલ મુંબઈ સ્થિત જાણીતા ફિલ્મમેકર અવિનાશ દાસની ધરપકડ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાષ્ટ્રધ્વજનું અપમાન કરવા બદલ મુંબઈ સ્થિત જાણીતા ફિલ્મમેકર અવિનાશ દાસની ધરપકડ કરવામાં આવી છે

X

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાષ્ટ્રધ્વજનું અપમાન કરવા બદલ મુંબઈ સ્થિત જાણીતા ફિલ્મમેકર અવિનાશ દાસની ધરપકડ કરવામાં આવી છે અને મુંબઈથી તેમની ધરપકડ કરી આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા હતા

જાણીતા ફિલ્મમેકર અને શોર્ટ ફિલ્મના નિર્માતા અવિનાશ દાસે થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી હતી જેમાં રાષ્ટ્રધ્વજ અશોભનીય રીતે દર્શાવવામાં આવ્યો હતો તેને લઇ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ દાખલ કરી હતી.આ ફરિયાદ બાદ ગઈકાલે તેમની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસના જણાવ્યા અનુસાર રાષ્ટ્રધ્વજનું અપમાન કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે ઉપરાંત હિન્દુ દેવી દેવતાઓને પણ કેટલીક બીભત્સ પોસ્ટ મૂકી હતી આજે તેમની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી છે અમદાવાદ ક્રાઇમ બાન્ચનું કહેવું છે કે દેશના કેન્દ્રીય ગૃહમંત્રીની પ્રતિષ્ઠાને હાનિ પોહ્ચે તેવી પણ પોસ્ટ મૂકી હતી.ક્રાઇમ બ્રાન્ચ કરશે આઈપીસી 460 કલમ અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Next Story