Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: હવે ટ્રાફિક પોઈન્ટ પર બાળકોને મળશે શિક્ષા,જુઓ સરકારનો શું છે નવતર અભિગમ

રાજ્ય સરકાર દ્વારા રસ્તે રખડતા બાળકોના અભ્યાસ માટે નવતર અભિગમ શરૂ કરવામાં આવ્યો છે.જેમાં સિગ્નલ યોજના અંતર્ગત 10 સિગ્નલ સ્કૂલમાં 139 બાળકોને ભણાવવામાં આવશે.

X

રાજ્ય સરકાર દ્વારા રસ્તે રખડતા બાળકોના અભ્યાસ માટે નવતર અભિગમ શરૂ કરવામાં આવ્યો છે.જેમાં સિગ્નલ યોજના અંતર્ગત 10 સિગ્નલ સ્કૂલમાં 139 બાળકોને ભણાવવામાં આવશે.

રાજ્ય સરકારે સિગ્નલ પર રહેતા કે સ્કૂલે ન જતા બાળકોના અભ્યાસ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. આવાં નિરાધાર બાળકો માટે સરકારે 'સિગ્નલ સ્કૂલ યોજના' ની શરૂઆત કરી છે. આ યોજના અંતર્ગત સરકાર દ્વારા બસની વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત રસ્તા પર ભિક્ષા માગતા તેમજ સ્કૂલે નહીં જનારા બાળકોને ભણાવવામાં આવશે.સિગ્નલ શાળા શરૂ કરવા માટે રૂ 2.35 કરોડ ફાળવવામાં આવ્યાં છે. જે હેઠળ 10 સિગ્નલ સ્કૂલમાં 139 બાળકોને ભણાવવામાં આવશે.

સિગ્નલ સ્કૂલમાં વાઇ-ફાઇ, LED ટીવી અને CCTV કેમેરા સહિતની સુવિધાઓ પણ ઉપલ્બધ હશે. શહેરના અલગ-અલગ સિગ્નલ પર સવાર-સાંજના સમયે સિગ્નલ સ્કૂલ મારફતે શિક્ષણ આપવામાં આવશે. સિગ્નલ સ્કૂલમાં તમામ પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. જેમાં બસની અંદર જ બ્લેકબોર્ડ, શિક્ષક માટે ટેબલ-ખુરશી, LED ટીવી, સીસીટીવી, પીવાનું પાણી, મીની પંખા તેમજ વાઇફાઇ સહિતની સુવિધા ઉપલબ્ધ રહેશે. સિગ્નલ સ્કૂલો માટે એએમટીએસ પાસેથી બસો મેળવીને તેમાં સુધારા વધારા કરીને હરતી ફરતી સ્કૂલો બનાવવામાં આવી છે. આ સિગ્નલ સ્કૂલો જે-તે સિગ્નલ અથવા તો નક્કી કરેલા જંકશન ખાતે ઉભી રાખીને બાળકોને ભણાવવામાં આવશે.શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે આ નવો પ્રયોગ છે અને અમને આશા છે કે આ પ્રયોગ દેશભરમાં અમલ થશે તો સીએમ ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે સૌથી મોટું દાન વિદ્યાદાન છે દરેકને આગળ વધવા માટે જે સાથ જોઈએ તે માટે રાજ્ય સરકાર તૈયાર છે એએમસી જે પ્રયોગ હાથ કર્યો છે તે સાચે સરાહનીય છે.

Next Story