Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: હવે કોઈ પણ નેતા પસાર થતાં હશે તો તમારે લાંબો સમય ટ્રાફિકજામમાં નહીં રોકાવું પડે,જુઓ સરકારે શું લીધો નિર્ણય

વીવીઆઈપી મુવમેન્ટ હોઈ ત્યારે શક્ય બને ત્યાં સુધી 3 મિનિટથી વધુ ટ્રાફિક નહીં રોકવા માટે આદેશ કર્યો છે..

X

વીવીઆઈપી મુવમેન્ટને લઈને અનેક વખત શહેરીજનો મુશ્કેલીમાં મુકાય છે અને સામાન્ય જનતાને કારણ વગર રોકવામાં આવે છે ત્યારે હવે આ મુશ્કેલીમાંથી છુટકારો મળશે.રાજ્યના ડીજીપીએ એક જાહેરનામું બહાર પાડી વીવીઆઈપી મુવમેન્ટ હોઈ ત્યારે શક્ય બને ત્યાં સુધી 3 મિનિટથી વધુ ટ્રાફિક નહીં રોકવા માટે આદેશ કર્યો છે..

રાજ્યના સીએમ હોઈ કે મિનિસ્ટર કે બહારથી આવતા કોઈ વીવીઆઈપી હોઈ તે જે રસ્તે નીકળવાના હોય ત્યાં કલાકો પહેલા ટ્રાફિક બંધ કરી દેવામાં આવે છે એટલું જ નહિ જ્યા આ વીવીઆઈપી મુવમેન્ટ થવાની હોઈ ત્યાં ધંધા રોજગાર અને વેપાર પણ બંધ કરી દેવામાં આવે છે જેને કારણે અનેક મુશ્કેલીઓ ઉભી થતી હતી ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજ્યના ડીજીપી એ જાહેરનામું બહાર પાડ્યું છે હવેથી વીવીઆઈપી મુવમેન્ટ સમયે શક્ય બને ત્યાં સુધી 3 મિનિટથી વધારે ટ્રાફિક રોકી શકાશે નહિ તો મેડિકલ ઇમરજન્સી ફાયર જેવા વિભાગોને પાસ થવા ખાસ મંજૂરી આપવામાં આવશે.ઉપરાંત જો રસ્તાની વચ્ચે ડીવાઈડર હોઈ તો એક બાજુ રસ્તો પણ ચાલુ રાખવો તેવા નિર્દેશ આપવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ પીએમ જેવા વીવીઆઈપીને આ નિયમ લાગુ નહિ પડે..

વીવીઆઈપી મુવમેન્ટ હોય ત્યારે લોકો ટ્રાફિક જામમાં ફસાઈ જાય છે તો અનેક લોકો મેડિકલ સુવિધાથી વંચિત રહી જાય છે ત્યારે હવે સરકારના આ નિર્ણયથી રાહત મળશે અમદાવાદ સહીત રાજ્યમાં આ નિયમ લાગુ પડશે જેનાથી લોકોને રાહત મળશે..

Next Story