Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: થર્ટી ફર્સ્ટની રાતત્રીએ નશેબાજોનો નશો ઉતારતી પોલીસ, વાંચો કેટલા પિયક્કડ ઝડપાયા

અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર, સુરત, જામનગર, ભાવનગર સહિત રાજ્યના તમામ નાના મોટા શહેરોમાં લોકોમાં નવા વર્ષની ઉજવણી માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

અમદાવાદ: થર્ટી ફર્સ્ટની રાતત્રીએ નશેબાજોનો નશો ઉતારતી પોલીસ, વાંચો કેટલા પિયક્કડ ઝડપાયા
X

અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર, સુરત, જામનગર, ભાવનગર સહિત રાજ્યના તમામ નાના મોટા શહેરોમાં લોકોમાં નવા વર્ષની ઉજવણી માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તમામ નાની મોટી રેસ્ટોરન્ટ અને હોટેલ તથા ખાનગી પાર્ટી પ્લોટોમાં નવા વર્ષની ઉજવણી માટે પાર્ટીનું આયોજન કર્યા હતા. સોસાયટી અને એપાર્ટમેન્ટ ખાતે પણ કોમન પ્લોટ ખાતે લોકો ભેગા થઈને નવા વર્ષની ઉજવણી કરી હતી. ઠેર ઠેર ડીજેના તાલે લોકો રાત ભર ઝૂમ્યા હતા. મોટા શહેરોમાં તો લગભગ આખી રાત શહેરીજનો રસ્તા પર જોવા મળ્યા હતા. નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને તમામ શહેરો અને નગરોમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. ખાસ કરીને રાત્રીના સમયે ટ્રાફિક જામ ના થાય તે માટે પણ પોલીસે ભારે કવાયત કરી હતી. રસ્તા પર પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પોલીસે 31મી ડિસેમ્બરે સાંજથી જ સઘન ચેકીંગ શરૂ કરી દીધું હતું અને નશો કરીને ફરી રહેલા તત્વો સામે કડક કાર્યવાહી કરી હતી. પોલીસે બ્રેથ એનેલાઇઝરથી દારુનો નશો કરીને ફરી રહેલા તત્વોને પડ્યા હતા. અમદાવાદમાં દારૂ પીને ફરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં સૌથી વધુ પ્રોહિબિશનના કેસ સરદારનગરમાં નોંધાયા હતા. સરદારનગર પોલીસ મથકે પીધેલાના 40 40 કેસ નોંધાયા હતા. જ્યારે સોલા પોલીસ મથકે 22 કેસ, શાહીબાગ પોલીસ મથકે 19 કેસ ,ઘાટલોડિયામાં 5, વસ્ત્રાપુરમાં 7, વાસણામાં 8 કેસ, એલિસબ્રિજના 7, વેજલપુર-પાલડીમાં 1-1 કેસ, હવેલીમાં 7,સાબમરતી માં 7, માધવપુરામાં 6 કેસ નોંધાયા હતા.

Next Story