અમદાવાદ: MD ડ્રગ્સના મોટા જથ્થા સાથે એક આરોપીની ધરપકડ, મુંબઈનું ડ્રગ્સ કનેક્શન આવ્યું સામે

અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચે એમડી ડ્રગ્સના મોટા જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અમદાવાદ: MD ડ્રગ્સના મોટા જથ્થા સાથે એક આરોપીની ધરપકડ, મુંબઈનું ડ્રગ્સ કનેક્શન આવ્યું સામે
New Update

અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચે એમડી ડ્રગ્સના મોટા જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસની વિભિન્ન એજન્સી ડ્રગ્સના દૂષણ ડામવા માટે કટિબદ્ધ હોય તેવું દેખાઈ રહ્યું છે.અમદાવાદ એસ ઓ જી ક્રાઇમ બ્રાન્ચે નવરંગપુરા વિસ્તારમાં આવેલી સ્વસ્તિક સોસાયટી પાસે આવેલા એક પાન પાર્લર પાસેથી એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે મોઇન ઇકબાલ હુસેન ગલ્લાવાળા નામના આરોપીની ધરપકડ કરીને રૂપિયા 1.78,500 રૂપિયાની કિમતનું 17 ગ્રામએમ.ડી ડ્રગ્સ કબ્જે કરી લીધું છે.એસ.ઓ.જી ક્રાઈમ બ્રાન્ચની ગીરફતમાં ઉભેલો મોઈન ઈકબાલ હુસેન ગલ્લાવાળા નામનો શખ્સ જમાલપુર પગથિયા વિસ્તારમાં રહે છે અને છેલ્લા 06 મહિનાથી એમડી ડ્રગ્સનો વેપલો ચલાવે છે. આરોપી થોડા વર્ષો અગાઉ મુંબઈમાં રહેતો હતો અને તે જ સમયથી એમ.ડી ડ્રગઝની લતે ચઢી ગયો હતો અને ત્યારબાદ ધીમે ધીમે એમડી ડ્રગ્સની હેરાફેરી કરવાનું શરૂ કરી દીધું હોવાની કેફિયત આરોપીએ પોલીસ સમક્ષ રજુ કરી છે.

ઉલ્લેખનીય છે કે આરોપી કોડવર્ડ માં ડ્રગ્ઝ મંગાવતો હતો "કપડાં" નામથી ડ્રગ્ઝ મંગાવતો હોવાની કબૂલાત આરોપીએ કરી છે. હાલ એસ ઓ જી ક્રાઇમ બ્રાન્ચે મોઇન નામના શખ્સની ધરપકડ કરીને આરોપી પાસે જે વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું તેને લઈને વધુ તપાસ હાથ ધરી છે.પોલીસને આશંકા છે કે આરોપી મોઇન પાસેથી મુંબઈના કેટલાક એમ.ડી ડ્રગ્ઝનો પેડલરોના નામ સામે આવી શકશે.

#Gujarat #Connect Gujarat #police #Ahmedabad #arrested #accused #crime #MD Drugs #drug connection #Mumbai exposed
Here are a few more articles:
Read the Next Article