Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: એક સપ્તાહની ટ્રાફિક ડ્રાઇવ દરમ્યાન નિયમોના ભંગ બદલ રૂ.9 લાખથી વધુનો દંડ વસુલાયો

અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા છ મેથી બાર મે સુધી ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી

X

અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા છ મેથી બાર મે સુધી ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં વિવિધ ટ્રાફિક નિયમોના ભંગ બદલ રૂ.9.64 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે

અમદાવાદ શહેરમાં ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન કારમાં બ્લેક ફિલ્મ અને ટુ-વ્હીલર માં સાયલેન્સ મોડીફાય કરનારા ચાલકો સામે પોલીસે કાર્યવાહીની ઝુંબેશ યોજી હતી. આ ડ્રાઈવમાં બ્લેક ફિલમ લગાવી વાહન ચલાવવા મામલે 1617 કેસ કરવામાં આવ્યા છે જેમાં કારચાલકને 8.30 લાખ રૂપિયાનો દંડ કરાયો છે. બીજી તરફ ટુ-વ્હીલરમાં સાયલેન્સર મોડીફાય કરીને ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા 163 વાહનચાલકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 1.34 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે કારમાં બ્લેક ફિલ્મ રાખવાનાં સૌથી વધુ 461 કેસ અને સાયલેન્સર મોડીફાયના સૌથી વધુ 91 કેસ પશ્ચિમ વિસ્તારમાં નોંધાયા છે. આમ બ્લેક ફિલ્મ લગાવનાર અને મોડીફાઇડ સાયલન્સર ઝુંબેશમાં 1780 વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે

ટ્રાફિક ડ્રાઇવ ઝુંબેશમાં 1780 વાહન ચાલકો પાસેથી 9.64 લાખનો દંડ વસુલવામાં આવ્યો છે. ડ્રાઇવ દરમિયાન શહેરના પુર્વ વિસ્તારમાં નહિવત કેસ કરવામાં આવ્યા છે. આ ડ્રાઈવ ને અમદાવાદ વાસીઓ પણ આવકારે છે ત્યારે તેમનું પણ કહેવું છે કે કાળા કાચ ના હોય એ જ સારી વાત છે. કાળા કાચ ગાડીમાં લગાવેલા હોય તો તેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ઘણી થતી હોય છે જેથી એ ના લગાવવી જોઈએ.

Next Story