Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના મતવિસ્તારમાં બનશે ઓવરબ્રિજ,જુઓ શું છે વિશેષતા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક ફ્લાય વોર્ડ બ્રિજ બનાવવાનું નક્કી કરવામા આવ્યું છે.

X

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક ફ્લાય વોર્ડ બ્રિજ બનાવવાનું નક્કી કરવામા આવ્યું છે.અમદાવાદના સત્તાધાર જંકશન પર 975 મીટર લાંબો અને 16.50 મીટર પહોળો બ્રિજ અંદાજિત 81 કરોડના ખર્ચે તૈયાર થશે.જેનું કામ 2 વર્ષમાં પૂર્ણ કરવાનો અંદાજ મુકવામા આવ્યો છે.

અમદાવાદમાં મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ચાર રસ્તા સિગ્નલ મુક્ત બને તે માટે અલગ અલગ મોટા જંકશન પર ફ્લાયઓવર બ્રિજ તૈયાર કરવામાં આવ્યા છે.શહેરમાં હાલમાં 80 વધુ જંકશન પર બ્રિજ તૈયાર કરવામાં આવ્યા છે.આગામી સમયમાં પણ હજુ એક નવો બ્રિજ ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ અને દેશના ગૃહપ્રધાન અમિત શાહના મતવિસ્તારમાં અંદાજિત 81 કરોડના ખર્ચે 4 લેન બ્રિજ તૈયાર કરવામાં આવશે.રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈ જણાવ્યું હતું કે શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે ઓવરબ્રિજ કે અંડર બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે ત્યારે આગામી સમયમાં સતાધાર જંકશન પર બ્રિજ બનાવવામાં આવશે જે આગામી 24 મહિનામાં પૂર્ણ કરવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. આ બ્રિજની લંબાઈ આશરે 975 મીટર જ્યારે પહોળાઈ 16.50 મીટરની રહેશે. આ જંકશનમાં ઓબ્લિગેટરી પબ્લિક ગેટરની સ્પાનની લંબાઈ 35 મીટર અને ક્લિયર ઊંચાઈ 5.50 રાખવામાં આવશે.આ ફ્લાય ઓવરબ્રિજ પોર્શન સાઈટ પરથી ઝડપથી કામગીરી થઈ શકે તે માટે બંને સાઈડ કુલ 26 સ્પાન પ્રીકાસ્ટ પોસ્ટ ટેન્સનિંગ મેથડથી લોન્ચ કરવાનું પ્લાનિંગ કરવામા આવ્યુ છે.જેમાં 30 મીટરની લંબાઈના કુલ 15 સ્પાન, 35 મીટરના 3 સ્પાન, 25 મીટરના અને 28 મીટર લંબાઈના 1 સ્પાન અને 20 મીટર લંબાઈના કુલ 6 સ્પાનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ 12 મીટર લંબાઈના કુલ 11 સ્પાન સોલિડ સ્લેબ મેથડથી કરવામાં આવશે. આ ફ્લાય ઓવર બ્રિજ અંદાજિત ખર્ચ 81 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે આ બ્રિજનું અંદાજિત 2 વર્ષની અંદર કામ પૂર્ણ કરવાનો અંદાજ પણ મૂકવામાં આવ્યો છે.

Next Story