અમદાવાદ : રસ્તા વચ્ચે બસ રોકાવી કરોડો રૂપિયાના સોનાની લૂંટ ચલાવી શખ્સો ફરાર..!

અમદાવાદમાં ફરી એકવાર લૂંટની ઘટના બની છે. અમદાવાદથી મુંબઈ સોનું લઈ જવાતા પહેલા જ આરોપીઓ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

New Update
અમદાવાદ : રસ્તા વચ્ચે બસ રોકાવી કરોડો રૂપિયાના સોનાની લૂંટ ચલાવી શખ્સો ફરાર..!

અમદાવાદમાં ફરી એકવાર લૂંટની ઘટના બની છે. અમદાવાદથી મુંબઈ સોનું લઈ જવાતા પહેલા જ આરોપીઓ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આરોપીઓએ રસ્તા વચ્ચે બસ રોકાવી 13.50 કરોડનું 25 કિલો સોનું લઇ ફરાર થઈ ગયા હતા.

સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. આ અગાઉ સુરતના અમરોલીમાં વેપારીને બંધક બનાવી સોના-ચાંદી સહિત રૂપિયા 25થી લાખની ધાડ કરનાર ટોળકીને પોલીસે પકડી પાડી હતી. આરોપીઓએ ફરિયાદીને ફોન કરી બોલાવી પોતાના જ ઘરમાં 24 કલાક સુધી બંધક બનાવી ફરિયાદીના વેસુના ઘરની ચાવી લઈ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટનામાં પોલીસે 4 સગીર સહિત મહિલા મુખ્ય આરોપી સાથે તેના સાગરિતોની પોલીસે ધરપકડ કરી હતી.

Latest Stories