Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરીએકવાર વધારો, સામાન્ય વર્ગની કફોડી હાલત

આજે પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટરે 23 પૈસા અને ડિઝલની કિંમતમાં પ્રતિ લિટરે 32 પૈસાનો ભાવ વધારો થયો છે.

X

દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતાં સામાન્ય પ્રજા મુશ્કેલીમાં મુકાયા છે. સરકારી ઓઈલ વિતરણ કંપનીએ આજે ફરીથી પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધારો કર્યો છે. આજે પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટરે 23 પૈસા અને ડિઝલની કિંમતમાં પ્રતિ લિટરે 32 પૈસાનો ભાવ વધારો થયો છે.

દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે જેનાથી સામાન્ય વર્ગની હાલત કફોડી બની રહી છે.અમદાવાદમાં આજે ફરી એકવાર પેટ્રોલ- ડીઝલનાં ભાવમાં 50 પૈસાનો વધારો થતાં ક્યાંક ને ક્યાંક લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. પેટ્રોલ-ડીઝલ ભાવ વધતા પ્રજાને મોંધવારીનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ રાંધણ ગેસના ભાવમાં પણ વધારો થયો હતો.

પેટ્રોલ ડિઝલના ભાવ વધતા પ્રજામાં પણ આક્રોશ જોવા મળ્યો હતો એક બાજુ કોરોના મહામારીથી આર્થિક નુકશાન થયુ હતુ.થોડા દિવસથી પેટ્રોલ -ડીઝલના ભાવમાં વધારો ન થતાં પ્રજામાં આશા સેવાઇ રહી હતી કે હવે પેટ્રોલના ભાવમાં ઘટાડો જોવા મળશે પણ આજે ફરી એકવાર ભાવ વધતા પ્રજા ચિંતામાં મુકાય હતી. આ ભાવ વધવાથી સામાન્ય જનતાનું બજેટ ખોરવાયું છે

Next Story