Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : રાજ્યભરમાં આવતીકાલે પેટ્રોલ પંપ ધારકો પેટ્રોલ-ડીઝલની ખરીદી નહીં કરે, જાણો સમગ્ર મામલો..!

હાલ અમદાવાદમાં પેટ્રોલ પંપ ધારકોને પ્રતિ એક લિટરે 3.25 રૂપિયા કમિશન આપવામાં આવે છે. છેલ્લા 5 વર્ષમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા, પરંતુ કમિશન વધતું નથી

X

અમદાવાદ સહિત રાજ્યભરમાં પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા આવતીકાલે એક દિવસ માટે પેટ્રોલ અને ડીઝલની ખરીદી નહીં કરવા એલાન કરાયું છે. છેલ્લા 5 વર્ષથી પેટ્રોલ-ડીઝલની ખરીદી પર કમિશન નહીં મળતા પેટ્રોલ પંપના ડીલરો વિરોધના મૂડમાં આવી ગયા છે.

રાજ્યભરમાં પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા આવતીકાલે હડતાળનું આયોજન કરાયું છે. જેમાં પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા એક દિવસ માટે પેટ્રોલ-ડીઝલની ખરીદી નહીં કરી તમામ પેટ્રોલ પંપ ધારકો વિરોધ પ્રદર્શન કરશે,. છેલ્લા 5 વર્ષથી પેટ્રોલ-ડીઝલની ખરીદી પર પેટ્રોલ પંપ ધારકોને મળતું કમિશન હાલ બંધ રાખવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદ ખાતે થોડા દિવસ અગાઉ વિવિધ ઈંધણ કંપનીઓના લોકોએ ભેગા થઈને એસોસિએશનની મિટિંગ બોલાવી હતી. જોકે, તે સમયે લોકોએ હડતાળ નહીં કરવા જણાવ્યુ હતું. એટલું જ નહીં વિવિધ માંગણીઓ પણ હાલ સ્થગિત રહેતા પેટ્રોલ પંપ ધારકોની આક્રમક મૂડમાં જોવા મળ્યા છે.

જોકે, હાલ અમદાવાદમાં પેટ્રોલ પંપ ધારકોને પ્રતિ એક લિટરે 3.25 રૂપિયા કમિશન આપવામાં આવે છે. છેલ્લા 5 વર્ષમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા, પરંતુ કમિશન વધતું નથી, ત્યારે આ મામલે પેટ્રોલિયમ મિનિસ્ટરને પણ અરજી કરી પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી છે. પરંતુ આજદિન સુધી કોઈ નિરાકરણ નહીં આવતા આવતીકાલે અમદાવાદ સહિત રાજ્યભરમાં પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા એક દિવસ પેટ્રોલ-ડીઝલની ખરીદી નહીં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

Next Story