/connect-gujarat/media/post_banners/eb6bd366a1b9ab5d8ae4debe150a3bf4f3515fe02ba9a7485689938d9ea0cb36.jpg)
અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે એક ચોર ટોળકીના 6 સાગરીતોને ઝડપી પાડી છે. જે ટોળકી ડુપ્લિકેટ ચાવીથી ટ્રક અને ડમ્પર ચોરી કરી ઓછી કિંમતે વેચી નાખતી હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચને બાતમી ટોળકીને ઝડપી પાડી ચોરીના બે ડમ્પર અને બે ટ્રક મળી ચાર વાહનો કબજે કર્યા...
અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે ટ્રક અને ડમ્પર ચોરી કરતા સાગરીતોની ટોળકીને ઝડપી પાડી છે. આ 6 લોકોની ટોળકી વટવા રોડ પર ચોરીના ટ્રક અને ડમ્પર વેચાણ અર્થે આવે છે જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને આ ટોળકી સ્થળ પર આવતા તેઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં આરોપીઓ અરવિંદ ઓડ , આકાશ ઓડ, રાકેશ ઓડ, રવિ દેસાઈ , નીલેશ સોજીત્રા અને જગદીશ ઉર્ફે મુન્નો દેવાણીને ઝડપી લીધા હતા. આ તમામ આરોપીની પૂછપરછ કરતા તેઓ ડુપ્લિકેટ ચાવીથી ડમ્પર અને ટ્રકની ચોરી કરતા હોવાની કબૂલાત કરી હતી. આરોપીઓ પૈકી જગદીશ દેવાણીએ પોતાની પાસેની બે ટ્રકના એન્જિન સાથે ચેડાં કરી એન્જિન બદલાવીને નારોલથી આગળ ખુલ્લી જગ્યામાં મૂકી હોવાની કબુલાત કરતા પોલીસે બે ટ્રક કબજે કર્યા છે.