Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: પોલીસે બે ભેજાબાજની કરી ધરપકડ,ગાડી લે વેચ કરનાર વેપારીઓ આવી રીતે કરતા હતા છેતરપિંડી

અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી એ બે એવા ભેજાબાજ ગઠીયાઓની ધરપકડ કરી છે . પોલીસે પિયુષ પટેલ અને દેવસિંહ ઉર્ફે બકો નામના બે આરોપીઓની ધરપકડ કરી છે.

અમદાવાદ: પોલીસે બે ભેજાબાજની કરી ધરપકડ,ગાડી લે વેચ કરનાર વેપારીઓ આવી રીતે કરતા હતા છેતરપિંડી
X

અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી એ પોલીસ એવા ભેજાબાજની ધરપકડ કરી છે કે, જે ગાડી લે વેચ નું કામ કરતો હતો. પરંતુ છેલ્લા બે વર્ષથી એવું કામ કર્યું કે આ ભેજાબાજ પાસેથી ગાડી ખરીદનાર અને તેને ગાડી વેચનાર બંન્ને પસ્તાઈ રહ્યા છે. આરોપીએ અત્યાર સુધીમાં 20 જેટલા લોકો પાસેથી 76 લાખની છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપી પાસેથી એક મર્સિડીઝ, અર્ટીગા કાર સહિત રૂપિયા 10 લાખ 96 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી એ બે એવા ભેજાબાજ ગઠીયાઓની ધરપકડ કરી છે . પોલીસે પિયુષ પટેલ અને દેવસિંહ ઉર્ફે બકો નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. આ બન્ને આરોપીઓએ લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે. જો કે પોલીસે તેની સામે કાર્યવાહી શરૂ કરી લીધી છે. આરોપી પિયુષ પટેલ અમદાવાદ તથા મહેસાણા ખાતે ફોર વ્હીલ ગાડી લે-વેચનો અગાઉ ધંધો કરતા હતો અને ગાડી લે-વેચના માર્કેટમાં વિશ્વાસ સંપાદન કરેલ હોય આજથી બે વર્ષ અગાઉ ગ્રાહકોનો વિશ્વાસ નો લાભ લઇ મૂળ ગાડી માલીક ને પૈસા ન ચુકવીને ગાડી અન્યને વેચી દીધી હતી. ગાડી વેચનાર ગ્રાહક પાસેથી ઉંચા ભાવે ગાડી મેળવી તેને પોતાના ખાતામાં પૂરતું બેલેન્સ હોવા છતાં ચેક આપતો અને ખરીદનાર ગ્રાહકને નીચા ભાવે ગાડી વેચી મારતો હતો. આરોપીએ અત્યાર સુધીમાં 20 જેટલા લોકો પાસેથી 76 લાખની છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આરોપીઓએ સોલા, સેટેલાઇટ, રાજકોટ, ગાંધીનગર અને નારણપુરા સહીત અનેક જગ્યાએ ગુના આચર્યા છે

Next Story