Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : હાટકેશ્વર અને ખોખરામાં પોલીસનું ચેકિંગ, માસ્ક નહિ પહેરનારાઓ દંડાયા

રાજયમાં વધી રહેલાં કોરોનાના કેસ સંદર્ભમાં અમદાવાદના ખાખરા અને હાટકેશ્વર વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું છે.

X

રાજયમાં વધી રહેલાં કોરોનાના કેસ સંદર્ભમાં અમદાવાદના ખાખરા અને હાટકેશ્વર વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું છે.

રાજયમાં કોરોનાના વધતા કેસને રોકવા મોટા ભાગના શહેરોમાં નાઇટ કરફયુ અમલી બનાવી દેવાયો છે. આ ઉપરાંત સોશિયલ ડીસટન્સ અને માસ્ક પહેરવાનું ફરજિયાત કરી દેવાયું છે. રાજયના પોલીસ વડા આશિષ ભાટીયાએ દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેકિંગ સઘન બનાવી દેવા આદેશ કર્યો છે. અમદાવાદની વાત કરવામાં આવે તો હાટકેશ્વર તથા ખોખરા વિસ્તારમાં પોલીસે માસ્કના સંદર્ભમાં ચેકિંગ શરૂ કર્યું હતું. ખોખરાના પીએસઆઇ જી.ડી.પરમાર તથા તેમની ટીમે માસ્ક વિના ફરનારા લોકો પાસેથી દંડની વસુલાત કરવામાં આવી હતી.

Next Story