Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: પઠાણ ફિલ્મ રીલીઝ થશે તો થિયેટર સળગાવવાનિ ધમકી આપનાર યુવાન સામે પોલીસ ફરિયાદ

પઠાણ ફિલ્મ રિલીઝને લઈ ધમકી આપનાર યુવાન સામે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે.

X

પઠાણ ફિલ્મ રિલીઝને લઈ ધમકી આપનાર યુવાન સામે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. વાતાવરણ ડહોળવાના પ્રયાસનો પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શાહરુખ ખાનની પઠાણ ફિલ્મને લઈ છેલ્લા કેટલાક સમયથી ભારે વિવાદ ચાલી રહ્યો છે. એક તરફ શાહરુખ ખાનના ફેન્સ આતુરતાથી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે તો બીજી તરફ એક જૂથ એવું પણ છે જે કટ્ટરતાથી આ ફિલ્મનો વિરોધ કરી રહ્યું છે. આપણે બધા જાણીએ છીએ કે થોડા સમય પહેલા અમદાવાદ આલ્ફા વન મોલ ખાતે પઠાણ ફિલ્મનો ઉગ્ર વિરોધ જાવો મળ્યો હતો. આ બધા વચ્ચે હાલ એવા સમાચાર આવ્યા છે કે પઠાણ ફિલ્મની રિલીઝને લઈને ધમકી આપનાર વ્યક્તિ હવે પોલીસ એક્શનમાં આવી છે. જણાવી દઈએ કે સન્ની શાહ નામના એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર પઠાણ ફિલ્મની રિલીઝને લઈને ધમકી આપતો એક વિડીયો અપલોડ કર્યો હતો અને હાલ આ વ્યક્તિ વિરુદ્ધ સાયબર ક્રાઈમ ફરિયાદ નોંધાઇ છે. હિન્દુ રક્ત પરિષદ રાષ્ટ્રિય અધ્યક્ષ અને કરણી સેના કરણી સેના પૂર્વ રાષ્ટ્રીય પ્રચારક સન્ની શાહ ઉર્ફ તાઉજી દ્વારા ગુજરાતનાં તમામ થિયેટર માલિકો ને ચેતવણી આપવામાં આવી છે. સોશ્યલ મીડિયા પર એક વિડીયો દ્વારા પઠાણ ફિલ્મની રિલીઝને લઈને ધમકી આપતા કહ્યું હતું કે, ' હું ગુજરાત રાજ્યના તમામ થિયેટર માલિકોને કહેવા માંગુ છું કે જો પઠાણ ફિલ્મ તમે તમારા થિયેટરમાં લગાવી કે તેનું પોસ્ટર પણ દેખાયું તો તમારા થિયેટરની અંદર તોડ-ફોડ થાય, બેનરો તૂટે, ખુરશીઓ તૂટે કે તમારું થિયેટર સળગે. તેની જવાબદારી તમારી રહેશે.

Next Story