Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ડ્રગ્સનું દુષણ રોકવા પોલીસે વિશેષ ટીમ કરી તૈનાત,જુઓ કેવી રીતે કર્યું ચેકીંગ

31ની રાત્રીએ અમદાવાદમાં પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવ્યુ હતું. ડ્રગ્સની હેરાફેરી અને સેવન રોકવા વિશેષ ટીમ તૈનાત કરવામાં આવી હતી

X

31ની રાત્રીએ અમદાવાદમાં પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવ્યુ હતું. ડ્રગ્સની હેરાફેરી અને સેવન રોકવા વિશેષ ટીમ તૈનાત કરવામાં આવી હતી.

કોરોનાના બે વર્ષ બાદ આ વર્ષે થર્ટી ફર્સ્ટ મનાવવા મળી છે ત્યારે ગુજરાતમાં પોલીસ દ્વારા પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.અમદાવાદમાં તો તમામ પોલીસ કર્મીઓ રસ્તા પર આવ્યા હતા અને અનેક જગ્યાએ પોલીસે ડ્રગ્સ ડીટેકશન ટીમ સાથે અનેક લોકોનું ચેકીંગ હાથ ધર્યું હતું.અમદાવાદના પોશ વિસ્તારમાં તમામ વાહન ચાલકોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું શહેર પોલીસ સાથે એસોજી પોલીસ પણ અલગ અલગ વિસ્તારોમાં તૈનાત થઈ હતી.

આ વખતે પ્રથમવાર પોલીસ દ્વારા એન્ટી ડ્રગ ટેસ્ટ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી બ્રેથ એનાલાઈઝર મશીનથી દર વર્ષે ચેકિંગ થતું હતું. પરંતુ આ વર્ષે સ્પેશિયલ ડ્રગ્સ માટેની એનડીપીએસની ટીમ મૂકવામાં આવી હતી.

Next Story