અમદાવાદ: દુષ્કર્મના કેસમાં 5 મહિનાથી ફરાર આરોપીની પોલીસે કરી ધરપકડ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સાબરમતી જેલમાં બળાત્કારના ગુનામાં આજીવન કેદ ની સજા પડેલા આરોપી જે ફર્લો પર બહાર આવ્યો હતો.

New Update
અમદાવાદ: દુષ્કર્મના કેસમાં 5 મહિનાથી ફરાર આરોપીની પોલીસે કરી ધરપકડ

બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આરોપી જે 5 મહિનાથી ફરાર આરોપીને પકડી પાડવામાં આવ્યો છે

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સાબરમતી જેલમાં બળાત્કારના ગુનામાં આજીવન કેદ ની સજા પડેલા આરોપી જે ફર્લો પર બહાર આવ્યો હતો. પરતું ત્યારબાદ તે નાસતો ફરતો હતો જેના બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ એ બાતમીના આધારે સતીશ મકવાણા નામના આરોપી ને ઝડપી પાડ્યો હતો. આરોપી સાબરમતી જેલમાં બળાત્કારના ગુનામાં આજીવન કેદની સજા કાપી રહ્યો હતો પરતું તે પર્લ ફર્લો પર બહાર આવ્યો હતો. જેમાં બહાર આવ્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. આરોપી સતીશ ને 25/62022 / ના રોજ જામીન મળ્યા હતા અને તેને 17/07/2022 ના રોજ પરત જેલમાં જવાનું હતું પરતું હાજર ન થતાં તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં છેલ્લા પાંચ મહિનાથી આરોપી સતીશ નાશ ફરતો હતો. જેને ક્રાઇમ બ્રાન્ચે સાબરમતી ડી-કેબિન રેલવે પાટા ના સામે જય ચામુંડા પાન પાલર પાસેથી ઝડપી પડ્યો છે અને હાલમાં સાબરમતી જેલ હવાલે કરવામાં આવ્યો છે.

Latest Stories