અમદાવાદ: પોલીસે એક્ષપ્રેસ હાઇવે પરથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો,યુવક અને યુવતીની ધરપકડ

અમદાવાદ SOGએ બાતમીના આધારે અમદાવાદ- બરોડા એક્સપ્રેસ હાઇવે પાસેથી ડ્રગ્સ સાથે યુવતી અને યુવકની ધરપકડ કરી છે.

New Update
અમદાવાદ: પોલીસે એક્ષપ્રેસ હાઇવે પરથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો,યુવક અને યુવતીની ધરપકડ

અમદાવાદમાં SOG દ્વારા અવારનવાર ડ્રગ્સ પકડવામાં આવી રહ્યું છે ત્યારે વધુ એક વખત બરોડા એક્સપ્રેસ હાઇવે નજીક કારમાંથી ડ્રગ્સ ઝડપી પાડી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અમદાવાદ SOGએ બાતમીના આધારે અમદાવાદ- બરોડા એક્સપ્રેસ હાઇવે પાસેથી ડ્રગ્સ સાથે યુવતી અને યુવકની ધરપકડ કરી છે. ફિર્દોસ મન્સૂરી નામની યુવતી અને આશિષ પરમાર બરોડાથી 16.120 ગ્રામ ડ્રગ્સની ડિલિવરી આપવા વડોદરાથી અમદાવાદ આવ્યા હતા. જોકે ડિલિવરી આપે તે પહેલાં જ SOGએ આરોપીઓની ધરપકડ કરી છે.આરોપીઓની ધરપકડ કરીને ડ્રગ્સનો જથ્થો કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.આરોપીઓની ધરપકડ કરીને પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આ ડ્રગ્સનો જથ્થો સાગર સુથાર નામના આરોપી પાસેથી લેવામાં આવ્યો હતો. યુવતી હોવાથી પોલીસને જાણ થાય નહિ માટે યુવતી સાથે રાખવામાં આવી હતી.અમદાવાદમાં કોને ડિલિવરી આપવાના હતા તે બાબતે SOGએ તપાસ હાથ ધરી છે. જ્યારે બરોડાથી જે વ્યક્તિ પાસેથી ડ્રગ્સ લાવ્યા હતા તે અંગે બરોડા SOG ને જાણ કરવામાં આવી છે. જેથી SOGએ ડ્રગ્સ આપનાર અને ડ્રગ્સની ડિલિવરી લેનાર બંનેની શોધખોળ હાથ ધરી છે.

Latest Stories