Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : NID કેમ્પસના વિદ્યાર્થી સહિત સ્ટાફ મેમ્બર કોરોના પોઝિટિવ, ઓનલાઈન વર્ગો શરૂ કરાયા.

ગુજરાતમાં સતત કોરોનાના આંકમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરના NID કેમ્પસના 11 વિદ્યાર્થીઓ અને 2 સ્ટાફ મેમ્બર કોરોના પોઝિટિવ આવ્યા છે.

X

ગુજરાતમાં સતત કોરોનાના આંકમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેરના NID કેમ્પસના 11 વિદ્યાર્થીઓ અને 2 સ્ટાફ મેમ્બર કોરોના પોઝિટિવ આવ્યા છે. જેથી NIDમાં ઓનલાઈન શિક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે.અમદાવાદ : NID કેમ્પસના વિદ્યાર્થી સહિત સ્ટાફ મેમ્બર કોરોના પોઝિટિવ, ઓનલાઈન વર્ગો શરૂ કરાયા

અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ NID કેમ્પસમાં પણ હવે કોરોનનો પગપેસારો થયો છે. NID દ્વારા જણાવેલા આંકડા અનુસાર, ગત તા. 6 મેના રોજ 1 કેસ, 7 મેના રોજ 5 કેસ, 8 મેના રોજ 17 કેસ, 9 મેના રોજ 3 કેસ અને 10 મેના રોજ 11 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. NID વિદ્યાસંકુલમાં કુલ 24 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે, એક સાથે કોરોનાના આટલાં કેસ સામે આવતા NIDની હોસ્ટેલને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી છે, ત્યારે 8 તારીખ બાદથી AMC દ્વારા NIDમાં 700થી વધુ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. NIDમાં એકાએક કોરોનાના કેસો વધતા હાલ NIDમાં તમામ ઓફલાઈન વર્ગોને સ્થગિત કરી ઓનલાઈન કરી દેવામાં આવ્યા છે. કોરોના પોઝિટિવ આવેલા વિદ્યાર્થીઓમાં કેટલાક વિદેશના અને કેટલાક સ્થાનિક લોકોનો સમાવેશ થાય છે. હાલ તંત્ર દ્વારા વિદેશી વિદ્યાર્થીઓને ટ્રાવેલ હિસ્ટ્રી અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

Next Story