Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : બીજા ચરણના મતદાનને લઈને ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ, EVM-VVPAT મશીનોની ફાળવળી...

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યની વિવિધ બેઠકો પર આવતીકાલે બીજા ચરણના મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે

X

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યની વિવિધ બેઠકો પર આવતીકાલે બીજા ચરણના મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, ત્યારે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા EVM અને VVPAT મશીનોની ફાળવળી સાથે તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે.

આવતીકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બીજા ચરણના મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, ત્યારે રાજ્યની 93 બેઠકમાં ઉતર ગુજરાત અને મધ્ય ગુજરાતનો સમાવેશ થાય છે. આ 93 બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતદાનની શરૂઆત થશે, અને સાંજે 5 વાગે મતદાન પૂર્ણ થશે. જેને લઈને સરકારી તંત્ર અને ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી છે. આજે તમામ જિલ્લા કે, જ્યાં જ્યાં મતદાન થવાનું છે, ત્યાં તમામ જગ્યાએ પોલિંગ સ્ટાફની જરૂર પડતી સ્ટેશનરી, EVM અને VVPAT મશીન ફાળવવામાં આવ્યા છે.

અમદાવાદ ખાતે EVM અને VVPAT મશીનો પોલિંગ અધિકારીઓ અને સુરક્ષા એજન્સીની દેખરેખ હેઠળ લઈ જવામાં આવ્યા હતા. આ સાથે જ ચૂંટણી ફરજમાં નિયુક્ત સ્ટાફ, સરકારી અધિકારીઓ, પોલીસ તંત્ર, કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ પણ કામે લાગી છે. આગામી તા. 8મી ડિસેમ્બરના રોજ તમામ ઉમેદવારોનું ભવિષ્ય નક્કી થશે. પરતું તે પહેલા આવતીકાલે અમદાવાદમાં મતદાન પ્રક્રિયાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

Next Story