/connect-gujarat/media/post_banners/574b1a977776a8235bf4cad2ba09621126c8c3cbefcbcb15c6d30351def3af73.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ એરપોર્ટથી કમલમ સુધી 9 કીમી લાંબો રોડ શો કર્યો હતો. વડાપ્રધાનના વધામણા લેવા માનવ મેદની ઉમટી પડી હતી.
ઉત્તરપ્રદેશ, ગોવા, મણીપુર અને ઉત્તરાખંડમાં મળેલા વિજયની ઉજવણી ગુજરાતમાં કરવામાં આવી.. અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ શો કર્યો અને તેમાં જન મેદની ઉમટી પડી.. ગુજરાતીઓ હોય અને ગરબા ન હોય? PM મોદીનાં રોડ શો માં ગુજરાતી ગીતો અને ગરબા પણ રોડ શો માં જોવા મળ્યાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ રોડ શોમાં લોકો જય શ્રી રામનાં નારા લગાવતા જોવા મળ્યા હતા. વડાપ્રધાને માથા ઉપર ભગવો, આંખ પરચશ્મા અને ખુલ્લી જીપમાં 09 કિ.મીનો રોડ શો કરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.