Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : કોંગ્રેસના કાર્યકરો ડોલ-ટબ લઇને પહોચ્યા મ્યુ. કમિશનરના બંગલે, જુઓ પછી શું થયું..!

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી અનેક વોર્ડમાં પાણીની હાડમારી છે અને અનેક ફરિયાદો પણ ઉઠવા પામી છે

X

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી અનેક વોર્ડમાં પાણીની હાડમારી સાથે અનેક ફરિયાદો ઉઠવા પામી છે, ત્યારે આ સમસ્યાને લઇને કોંગ્રેસ કાર્યકરો દ્વારા મ્યુનિસિપલ કમિશ્નરના બંગલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગી કાર્યકરો હાથમાં ડોલ અને ટબ લઇને વિરોધ કરે તે પહેલા પોલીસ કાફલો સ્થળ પર પહોચ્યો હતો.

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી અનેક વોર્ડમાં પાણીની હાડમારી છે અને અનેક ફરિયાદો પણ ઉઠવા પામી છે, ત્યારે આ સમસ્યાને લઇ કોંગ્રેસના વિપક્ષ નેતા શહેઝાદ પઠાણ અને કાઉન્સિલર ઇકબાલ શેખ સહિતના કાર્યકરો દ્વારા મ્યુનિસિપલ કમિશનરના ઘરે જઈને ઉગ્ર દેખાવો કરવામાં આવ્યો હતો. કોંગી કાર્યકરો મ્યુ. કમિશ્નર બંગલે હાથમાં ડોલ અને ટબ લઇને પહોચી વિરોધ કરે તે પહેલા પોલીસ કાફલો પણ પહોચ્યો હતો. જેમાં કોંગી આગેવાનોને પોલીસે પ્રથમ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

પરંટી ઉગ્ર નારેબાજી થતાં પોલીસે એક બાદ એક કોંગી આગેવાનોની અટકાયત શરૂ કરી હતી. અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં સૌથી વધુ પાણીની સમસ્યા હાલ સર્જાઇ રહી છે. જેમાં દરિયાપુર, શાહપુર, કાલુપુર, જમાલપુર, અમરાઈવાડી જેવા તમામ વિસ્તારમાં હાલ પાણીની કટોકટી જોવા મળી રહી છે, અને દિવસ દરમિયાન ફક્ત અડધો કલાક સુધી પાણી આપવામાં આવે છે. જેનો કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

Next Story