/connect-gujarat/media/post_banners/1b10910a6167b00a0fc287e5651a64194aff59c455c7bc38bd79ed837bacb9e3.jpg)
આજે 24 માર્ચ એટલે વિશ્વ ક્ષય દિવસ... આજના દિવસે ટીબી દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટીબી નાબૂદ થાય તે માટે જનજાગૃતિ રેલી યોજાય હતી. જેમાં તબીબ સહિત નર્સિંગ સ્ટાફ દ્વારા પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. અમદાવાદ ઉપરાંત ગુજરાતમાં ટીવી નાબૂદ થાય તે હેતુસર વધુમાં વધુ લોકોમાં જાગૃતતા આવે તે માટેમાં પ્રયાસો કરવામાં આવ્યા હતા. અમદાવાદની જો વાત કરીએ તો, અમદાવાદમાં હાલ 4 હજારથી વધુ ટીબીના દર્દી છે. જોકે, ટીબીના રોગમાં 87 ટકા જેટલા દર્દીઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ પણ થઈ જાય છે, ત્યારે હાલ તો ટીબીના રોગ સામે લોકોને રક્ષણ મળે તેવું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.