Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં મેઘરાજા પણ જોડાયા,ઠેર ઠેર અનરાધાર વરસાદ

સમગ્ર રાજયમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસતા માર્ગો પર પાણી જ પાણી જોવા મળ્યું હતું

X

સમગ્ર રાજયમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસતા માર્ગો પર પાણી જ પાણી જોવા મળ્યું હતું

સમગ્ર રાજયમાં આજરોજ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મેઘરાજા પણ આઝાદીના ઉત્સવમાં જોડાયા હોય એવો માહોલ અમદાવાદમાં જોવા મળ્યો હતો. અમદાવાદમાં આજરોજ બપોરના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમદાવાદના બોડકદેવ, સેટેલાઈટ,ઇસ્કોન,વસ્ત્રાપુર,ગોતા અને સોલા વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસતા મારો પર પાણી ભરાયા હતા જેના કારણે વાહનચાલકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો અને જનજીવન પ્રભાવિત થયું હતું

Next Story