અમદાવાદ: રથયાત્રામાં એકવાર ફરી કોમી એકતા જોવા મળી, મુસ્લિમ સમાજ દ્વારા ચાંદીનો રથ અર્પણ કરાયો

દર વર્ષની જેમ આ વર્ષે પણ શાંતિ અને સદભાવના વચ્ચે અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્ણ થાય તે માટે ભગવાન પાસે ભક્તોએ પ્રાર્થના કરી હતી.

New Update
અમદાવાદ: રથયાત્રામાં એકવાર ફરી કોમી એકતા જોવા મળી, મુસ્લિમ સમાજ દ્વારા ચાંદીનો રથ અર્પણ કરાયો

અમદાવાદમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ રથયાત્રામાં એકવાર ફરી હિન્દુ-મુસ્લિમની એકતા જોવા મળી છે.મુસ્લિમ સમાજ દ્વારા ભગવાન જગન્નાથજીના મહંતને ચાંદીનો રથ અર્પણ કરવામાં આવ્યો હતો.

દર વર્ષની જેમ આ વર્ષે પણ શાંતિ અને સદભાવના વચ્ચે અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્ણ થાય તે માટે ભગવાન પાસે ભક્તોએ પ્રાર્થના કરી હતી. આ સાથે મુસ્લિમ સમાજના લોકોએ હિંદુ સમાજના લોકો સાથે રથયાત્રાના પર્વમાં ખભે ખભો મિલાવીને સહયોગ આપવાની બાંહેધરી આપી હતી. આ અવસરે મુસ્લિમ સમાજના લોકોએ જગન્નાથ મંદિરની મુલાકાત લઈ ભગવાન જગન્નાથજી માટે પ્રતીકાત્મક ચાંદીનો રથ અર્પણ કર્યો હતો. ભગવાન જગન્નાજીની રથયાત્રા દરમિયાન કોમી એખલાસ જળવાઈ રહે તે માટે મુસ્લિમ બિરાદરો દ્વારા જગન્નાથ મંદિરને ચાંદીના રથની ભેટ અપાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ જગન્નાથ મંદિર પહોંચીને મહંત દિલીપદાસજી મહારાજને ચાંદીનો રથ આપીને કોમી એકતાનો મેસેજ આપ્યો હતો.તો સાથે ભાઈચારાની વચ્ચે રથયાત્રા નીકળે તેવી દુઆ પણ કરી હતી.

Latest Stories