Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજાની રી-એન્ટ્રી, આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી

અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા હતા

X

અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા.

હવામાન વિભાગની આગાહી અનુસાર, અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમદાવાદના પૂર્વ વિસ્તારના નિકોલ, નરોડા, સીટીએમ, રામોલ, વસ્ત્રાલ, અમરાઈવાડી, કાંકરિયા અને ખોખરા સહિતના વિસ્તારોમાં વરસાદે જમાવટ બોલાવી હતી. તો બીજી તરફ પશ્ચિમ અમદાવાદના ઘાટલોડિયા, વસ્ત્રાપુર, બોડકદેવ, સેટેલાઈટ અને ઇસ્કોન સહિતના વિસ્તારમાં અચાનક વરસાદ તૂટી પડ્યો હતો. જોકે, અચાનક વરસાદ આવતા બહાર નીકળેલા લોકો મુશ્કેલી મુકાયા હતા. જેથી લોકોને રેઇનકોટ અને છત્રી ખોલવાની ફરજ પડી હતી. આમ લાંબા સમય બાદ મેઘરાજાની એન્ટ્રી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ સાથે જ રાજ્યના હવામાન વિભાગે આગામી 4 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

Next Story