/connect-gujarat/media/post_banners/965af58bdbee7357dd8716a96a3da6269385c71c2426dd4063a90f034b0426ea.jpg)
આસામ પોલીસ દ્વારા ગુજરાત કોંગ્રેસના MLA જીગ્નેશ મેવાણીની ધરપકડ કરવામાં આવી છે. જેના વિરોધમાં ઠેર ઠેર કોંગ્રેસ નેતાઓ દ્વારા પ્રતિકારક રેલી કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદ શહેરના મેમ્કો વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, MLA નૌશાદ સોલંકી અને હિંમતસિંહ પટેલ સહિતના અનેક સિનિયર નેતા સહિત આગેવાનો હાજર રહ્યા હતા.આસામ પોલીસે કરી હતી જીગ્નેશ મેવાણીની ધરપકડ જીગ્નેશ મેવાણીના સમર્થનમાં કોંગ્રેસની પ્રતિકારક રેલી કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સહિતના આગેવાનો રહ્યા હાજર
અમદાવાદના મેમ્કોથી મેઘાણીનગર સુધી યોજાયેલ પ્રતિકારક રેલી 2 કિલોમીટર જેટલી લાંબી હતી. રેલી દરમ્યાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જે પ્રમાણે ગેરકાયદેસર રીતે જીગ્નેશ મેવાણીની ધરપકડ કરવામાં આવી છે, તેને લઈને વિશાળ રેલી યોજાય હતી. જો હજુ પણ જિગ્નેશ મેવાણીને છોડવામાં નહીં આવે તો આગામી સમયમાં જિલ્લે જિલ્લે રેલીનુંનું આયોજન કરાશે અને જરૂર જણાશે તો જેલભરો આંદોલન પણ કરવામાં આવશે.