અમદાવાદ: મહેસૂલી કેસોના ઝડપી નિવારણ માટે કલેકટર દ્વારા હાથ ધરવામાં આવી મહાઝુંબેશ

અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા છેલ્લાં પાંચ વર્ષથી પેન્ડિંગ રહેલા જમીન-મહેસૂલ સંબંધી તકરારી કેસોના ઝડપી નિરાકરણ-નિકાલ માટે મહાઝુંબેશ હાથ ધરવામાં હતી

New Update

Advertisment

અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર તરીકે પદભાર સંભાળ્યા પછી ડૉ. ધવલ પટેલ દ્વારા જમીન મહેસૂલ નિયમો અન્વયે દાખલ થયેલ મહેસુલ સંબંધી RTS અપીલ અને રીવીઝન કેસોની વિગતો મેળવવામાં આવી. વર્ષ 2017 એટલેકે છેલ્લા પાંચ વર્ષથી આશરે 4200 જેટલા RTS અપીલ/રીવીઝન કેસ પેન્ડિંગ હતા આ કેસમાં લોકોને ઝડપી ન્યાય મળે એ માટે ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી અમદાવાદ ના કુલ- ૩૫૯૦ RTS અપીલ/રીવીઝન કેસોના નિકાલ માટે ઝુંબેશના સ્વરૂપમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ ઝુંબેશને પક્ષકારો અને લોકો તરફથી પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. તો અહી આવનાર વકીલો અને અરજદારનું પણ કહ્યું છે કે આ સારો અભિગમ છે 4 થી 5 વર્ષથી પેન્ડિંગ કેસના નિકાલ આવ્યા છે અહી જે પણ કામગીરી કરવામાં આવી છે તે સરસ છે અને એક સાથે 3600 કેસને સાંભળવામાં આવ્યા હતા

Advertisment