Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ઘોળા દિવસે નરોડમાં લૂટનો પ્રયાસ, ઇજાગ્રસ્ત વેપારી સારવાર અર્થે ખસેડાયા

X

અમદાવાદના નરોડા ફ્રુટ માર્કેટમાં ધોળા દિવસે સોનીની દુકાનમાં ઘૂસીને લૂંટ કરવાનો પ્રયત્ન કરાયો હતો. લૂંટારુંઓ બેગ લઈને જતા હતા ત્યારે સોનીએ પ્રતિકાર કરતા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં રહેતા સંજય સોનીની નરોડા ફ્રુટ માર્કેટ પાસે પેટ્રોલ પંપની પાસે શિવ કૃપા જવેલર્સ નામની દુકાન છે.

સંજયભાઈ સવારે 9:30 વાગ્યે મિત્રને મળીને પોતાની દુકાને ગયા હતા. રોજની જેમ દુકાન પહોંચીને પૂજા કરી માલ ગોઠવી રહ્યા હતા. આ દરમિયાનમાં દુકાનમાં 9:56 વાગ્યે અજાણ્યા બે શખસ મોઢે રૂમાલ બાંધીને આવ્યા હતા, જેમના હાથમાં બંદૂક પણ હતી. બંદૂક બતાવીને એક શખસે લૂંટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં સંજયભાઈએ બંદૂક સાથે આવેલ શખસોનો સામનો કર્યો તો બંને શખસોએ સંજયભાઈને બંદૂક વડે મારવાનું ચાલુ કર્યું હતું. માથાના ભાગે બંદૂકના પાછળના ભાગથી માર મારી અને ઇજા પહોંચાડીને બન્ને આરોપીએ દુકાનની બેગ લઈને ભાગવા પ્રયત્ન કર્યો હતો.

જોકે ઇજાગ્રસ્ત હાલતમાં સંજયભાઈએ બન્ને શખ્સોનો સામનો કરતા બેગ છોડી દીધી હતી. જે બાદ આસપાસના લોકો પણ ભેગા થઈ હતા. જેથી બન્ને શખ્સો દુકાન બહાર નિકળી બાઇક લઈ ફરાર થઈ ગયા હતા. આ અંગે પોલીસને જાણ થતાં ડીસીપી, એસીપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ઇજાગ્રસ્ત સંજયભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પર પહોંચીને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

Next Story