Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : રૂ. 800 કરોડથી વધુનું કૌભાંડ GST વિભાગે ઝડપી પાડ્યું, શ્રમિકોના નામે બનાવી હતી બોગસ પેઢીઓ...

800 કરોડથી વધારેના બિલિંગ કરીને રૂ. 114 કરોડની કરચોરી કરી હોવાનું GST વિભાગની તપાસમાં બહાર આવ્યું

અમદાવાદ : રૂ. 800 કરોડથી વધુનું કૌભાંડ GST વિભાગે ઝડપી પાડ્યું, શ્રમિકોના નામે બનાવી હતી બોગસ પેઢીઓ...
X

ગરીબ લોકોના નામે આધારકાર્ડ અને પાનકાર્ડનો ઉપયોગ કરી બોગસ પેઢીઓ બનાવી રૂ. 800 કરોડથી વધારેના બિલિંગ કરીને રૂ. 114 કરોડની કરચોરી કરી હોવાનું GST વિભાગની તપાસમાં બહાર આવ્યું છે. આ તપાસમાં ભાવનગર ઇન્ડિયા ઇમ્પેક્સના હમીદાની મોહમ્મદ ઉમર અને ઇઝી પાવર ટ્રેકના ધવલ ગિરધર સરવૈયાની પૂછપરછ કરવા GST વિભાગની ટીમ પહોંચી હતી.

બોગસ GST બિલિંગ કૌભાંડમાં GST વિભાગ દ્વારા પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે, કૌભાંડના માસ્ટર માઇન્ડે સ્ક્રેપનો બિઝનેસ બતાવીને ખોટી આઇટીસી લઇને પાસઓન કરી હતી. આ કૌભાંડીઓ પાસેથી રૂ. 40 કરોડની રકમ જપ્ત કરવામાં આવી છે. અધિકારીઓએ આ બંનેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓએ અમદાવાદ ગ્રામ્ય અને ભાવનગરના લોકોના નામે 12 આધારકાર્ડ અને પાનકાર્ડનો ઉપયોગ કરીને માસ્ટર માઇન્ડે રાજ્ય બહાર પેઢીઓ બનાવી હતી. આ પેઢીઓને ઓપરેટ કરવા માટે પ્રોક્સી સર્વરનો ઉપયોગ કરવામાં આવતો હતો.

તાજેતરમાં ડીજીજીઆઇએ અમદાવાદ અને ભાવનગર ખાતે કેટલાક ખાતાઓની તપાસ હાથ ધરી હતી. જેમાં પાનકાર્ડ ધારકોના નાના રહેણાંક સરનામે સર્ચ કરવામાં આવ્યું હતું. આધારકાર્ડ અને પાનકાર્ડ એડ્રેસ પર તપાસ કરતા એવા મજૂરો મળ્યા હતા કે, તેમની ઓળખનો ઉપયોગ કરીને બોગસ પેઢીઓ બનાવવામાં આવી હતી. આ લોકોને GST અંગે કોઇ પ્રકારની જાણકારી ન હોતી. જેમાં 12 જેટલા મજૂરોના આધારકાર્ડ અને પાનકાર્ડનો ઉપયોગ કરીને દેશભરમાં અલગ અલગ રાજ્યમાં બોગસ પેઢીઓ બનાવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.

Next Story