સાબરકાંઠા : હિંમતનગરના શનિદેવ મંદિરમાં તસ્કરી, CCTVમાં જુઓ કેવી રીતે કરી આધેડે ચોરી...

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલ શનિદેવ મંદિરમાં ભગવાનની પ્રતિમા ઉપર લગાવેલ છત્રની ચોરી થતાં લોકોમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે.

New Update
સાબરકાંઠા : હિંમતનગરના શનિદેવ મંદિરમાં તસ્કરી, CCTVમાં જુઓ કેવી રીતે કરી આધેડે ચોરી...

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલ શનિદેવ મંદિરમાં ભગવાનની પ્રતિમા ઉપર લગાવેલ છત્રની ચોરી થતાં લોકોમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે. જોકે, સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ જતાં તેમાં એક આધેડની કરતૂતો સ્પષ્ટ જોઈ શકાય છે.

ઘોર કળીયુગ આવી ગયો હોય તેમ ચોર-તસ્કરો હવે મંદિરમાંથી ચોરી કરતા પણ ખચકાતા નથી, ત્યારે હિંમતનગર શહેરના ખાડિયા વિસ્તારમાં આવેલ શનિદેવ મંદિરમાં ચાંદીનું છત્ર ગાયબ થતા પૂજારી સહિત ભક્તો ચોંકી ઉઠ્યા હતા. જોકે, મંદિરમાં લાગેલા CCTV કેમેરા ચેક કરતા તેમાં છત્રની ચોરીની ઘટના કેદ થઇ ગઈ હતી. જેમાં એક આધેડ વયનો શખ્સ ભગવાન શનિદેવના દર્શન કરવાના બહાને મંદિરમાં પ્રવેશ કરી ભક્તોની ઓછી અવર-જવરનો લાભ ઉઠાવી શનિદેવની પ્રતિમા ઉપર લગાવેલું ચાંદીનું છત્ર સિફતપૂર્વક કાઢી બેગમાં મુકીને રફુચક્કર થઈ જાય છે, ત્યારે મંદિરમાં જ ચોરી કરનાર આધેડ વિરુદ્ધ લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.

Latest Stories