Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : રૂ. 7.50 લાખથી વધુના MD ડ્રગ્સ સાથે ચાંદખેડાની મહિલા SOG પોલીસના હાથે ઝડપાય...

અમદાવાદ SOG પોલીસે રૂપિયા 7.50 લાખથી વધુની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X

અમદાવાદ SOG પોલીસે રૂપિયા 7.50 લાખથી વધુની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ SOG પોલીસે બાતમીના આધારે એક મહિલાને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડી છે. આ મહિલા અમદાવાદના પોષ વિસ્તાર ગણાતા એસ.જી. હાઇવે પર લોટ્સ ટેમ્પલ નજીક કારમાં હતી. હરપ્રીત કૌર નામની મહિલા પાસેથી SOG ક્રાઇમ બ્રાન્ચે 15.570 ગ્રામ ડ્રગનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ડ્રગ્સનો જથ્થો તે તેના રખિયાલ રહેતા પુરુષ મિત્ર શાદ રાજપૂત પાસેથી લાવી હતી. મહિલા પોતે પણ ડ્રગ એડિક્ટેડ છે. તેથી અગાઉ પણ આ પ્રકારે પોતાને ડ્રગ્સ લેવા માટે તેના મિત્ર પાસેથી ડ્રગ્સ લાવી હતી.

જોકે, આ વખતે ડ્રગ્સનો જથ્થો લઈને આવતા આખરે આ મહિલા SOG પોલીસના સાથે ઝડપાય ગઈ છે, ત્યારે હાલ તો SOG પોલીસે ડ્રગ્સ, કાર અને મોબાઈલ મળી કુલ 7,56,350 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી ફરાર શાદ રાજપૂતની શોધખોળ આરંભી છે.

Next Story