/connect-gujarat/media/post_banners/b6c9a1b2b13bc02b87b10560a1820e4aafcf88828251bdce2358a8b09d86386e.jpg)
લોકોએ ચુકવેલા ટેકસના પૈસામાંથી કરોડો રૂપિયાનું આંધણ કર્યા બાદ રાજય સરકાર ફરીથી સી- પ્લેન સેવા શરૂ કરવા જઇ રહી છે.
સી-પ્લેન સેવા પાછળ કરોડો રૂપિયા વેડફી નાંખ્યા બાદ રાજય સરકારે ફરી સી-પ્લેનનું ભુત ધુણાવ્યું છે...31 ઓક્ટોબર 2020 થી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ થી કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી શરૂ થયેલી સી પ્લેન સર્વિસ 10 એપ્રિલ, 2021 સુધી જ ચાલી હતી. વર્તમાન સમયમાં સી-પ્લેન સેવા બંધ છે. આ સેવાને ફરીથી શરૂ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઇએ કે ગત ડિસેમ્બર મહિનામાં સી પ્લેનની સુવિધા શરૂ કરવા માટેનું ટેન્ડર જારી કર્યું હતું.
જેના માટે ત્રણ ખાનગી કંપનીઓએ ટેન્ડર ભર્યું હતું. જેમાં સૌથી ઓછા ભાવ ભરનારી કંપનીને સી પ્લેન ઉડાવવા માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. સિંગલ એન્જિન સાથેનું સી પ્લેન 9 સીટરનું રહેશે જે અઠવાડિયામાં છ દિવસ ઉડાન ભરશે. ગુજરાત સરકારની કંપની ગુજસેલ દ્રારા મુસાફર દીઠ ટિકિટનો દર રૂ. 4999 રૂપિયા નકકી કરાયો છે.સ્ટાફ સહિતની અન્ય કામગીરી તેમજ જરૂરી મેન્ટેનન્સ ખાનગી કંપનીને કરવાનું રહેશે રોજ ચાર ફ્લાઇટની સેવા શરૂ કરવામાં આવશે.