Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : જુઓ, દેશમાં વધતી મોંઘવારી મુદ્દે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ શું કહ્યું..!

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ગુજરાત કોંગ્રેસના મીડિયા ઇન્ચાર્જ પવન ખેરાએ અમદાવાદની મુલાકાત લીધી હતી,

X

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ગુજરાત કોંગ્રેસના મીડિયા ઇન્ચાર્જ પવન ખેરાએ અમદાવાદની મુલાકાત લીધી હતી, ત્યારે દેશમાં વધતી મોંઘવારી અંગે તેઓએ કેન્દ્ર સરકાર અને ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા અને શાબ્દિક પ્રહાર કર્યા હતા.

દેશમાં વધતી મોંઘવારી અંગે કેન્દ્ર સરકાર અને ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પ્રહાર કરતા પવન ખેરાએ જણાવ્યું હતું કે, આ સરકાર અને પીએમ માત્ર વોટની જ ભાષા સમજે છે. રાજસ્થાનની સ્થાનિક ચૂંટણીઓ હાર્યા બાદ પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડ્યા હતા. હવે, 5 રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે, ત્યારે GSTનો ભાવ વધારો સ્થગિત રાખ્યો છે. જો મોંઘવારીથી રાહત મેળવવી હશે તો દરેક ચૂંટણીમાં તેમને હરાવવા પડશે. વડાપ્રધાન કહેતા હતા કે, ચપ્પલ પહેરનાર વ્યક્તિ પણ વિમાનમાં બેસી શકશે. પરંતુ ચપ્પલના ભાવ પણ હવે વધી ગયા છે. ATMમાંથી પોતાના જ રૂપિયા કાઢવા માટે 28 રૂપિયા ચૂકવવા પડશે. મનમોહનસિંહની સરકારે વૈશ્વિક આર્થિક સંકટ વચ્ચે દુનિયાને રસ્તો બતાવ્યો હતો, જ્યારે ભાજપ સરકારે નોટબંધી અને GSTના કારણે વિશ્વની આર્થીક નીતી ડામાડોળ કરી નાખી છે.

Next Story