/connect-gujarat/media/post_banners/ee1407a9713f29f0eaa28b94eade001d6085e1120169ae7bfcc0d3d669981f6e.jpg)
અમદાવાદનાં મેઘાણી નગરમાં ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સોશ્યલ મીડિયા પર મિત્રતા કેળવાયા બાદ યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ. આ બનાવમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે
અમદાવાદ ના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં બે યુવકો વિરુદ્ધમાં એક યુવતીએ ફરિયાદ નોંધાવી છે. યુવતી જ્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહી હતી, તે દરમિયાન તેને એક સગીર સાથે સંપર્ક થયો હતો. જેની સાથે તે ફરવા માટે પણ ગઇ હતી. જોકે, બાદમાં આ સગીરએ નિયત બગાડીને યુવતી સાથે બીભત્સ માંગણી કરતાં તેની સાથે તેણે સંપર્ક તોડી નાંખ્યો હતો અને તેને બ્લોક કરી દીધો હતો. યુવતીએ બ્લોક કરતાં તેની અદાવત રાખીને સગીરએ યુવતીનો મોબાઇલ નંબર તેના મિત્રને આપી દીધો હતો. તેના મિત્રએ યુવતીને પરેશાન કરવાનું શરૂ કરીને ઘરની આસપાસ આંટા પણ મારતો હતો. બાદમાં યુવતીના સગીર સાથેના સંબંધોની જાણ તેના પરિવારજનોને કરી દેવાની ધમકી આપીને આ યુવક યુવતીને નિકોલ ખાતે તેના મિત્રના ઘરે લઇ ગયો હતો. જ્યાં તેણે તેની સાથે જબરજસ્તીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. જો કે અન્ય મિત્રએ પણ આ યુવતી સાથે શારિરિક સંબંધ બાંધ્યો હતો. સમાજમાં બદનામીના ડરથી યુવતીએ આ બાબતની જાણ કોઇને કરી ન હતી. પરંતુ હવસખોર આરોપીઓ યુવતીને વારંવાર હેરાન પરેશાન કરતા હતા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને યુવતી સાથે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતાં હતાં. આ બંન્ને આરોપીઓની હેરાનગતિ વધી જતાં યુવતીએ સમગ્ર ઘટનાની જાણ તેની માતાને કરી હતી. જેથી તેની માતાએ આ બાબતની જાણ પોલીસને કરતાં પોલીસે ફરિયાદ નોંધીને બંન્ને આરોપીઓની ધરપકડ કરી છે.