Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : સ્વીટી પટેલ ગુમ કેસમાં ચોંકાવનારો ખુલાસો, PI પતિએ જ કરી હત્યા

વડોદરામાં પીઆઈ અજય દેસાઈ ના ગુમ પત્ની સ્વીટી પટેલ ના કેસમાં મોટો ખુલાસો કરવામાં આવ્યો. વડોદરા SOG પીઆઈ અજય દેસાઈ એ જ તેની પત્ની

X

વડોદરામાં પીઆઈ અજય દેસાઈ ના ગુમ પત્ની સ્વીટી પટેલ ના કેસમાં મોટો ખુલાસો કરવામાં આવ્યો. વડોદરા SOG પીઆઈ અજય દેસાઈ એ જ તેની પત્ની સ્વીટી પટેલની હત્યા કર્યા ની કબૂલાત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં સમક્ષ કરવામાં આવી. કરજણ સ્થિત તેના ઘરમાં ગળે ટૂંપો આપી તેને હત્યા કરી હતી. સ્વીટી પટેલ લગ્ન માટે દબાણ કરતી હતી જેથી તેને હત્યા કરી અટાલી ખાતે હોટલમાં તેને સળગાવી દેવામાં આવી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પી.આઈ અજય દેસાઈની ધરપકડ કરવામાં આવી છે.

ચકચારી સ્વીટી પટેલ ગમ કેસમાં આજે નવો વણાંક આવ્યો છે. સ્વીટી પટેલના પતિ વડોદરા SOG માં પી.આઈ અજય દેસાઈ એ સ્વીટી પટેલની હત્યા કર્યાની કબૂલાત કરી છે. સ્વીટી પટેલ જે છેલ્લા 49 દિવસથી ગુમ હતી તે કેસમાં આખરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. 5 જૂને ગુમ થયા બાદ આજે એટલે કે 49 દિવસે સ્વીટી પટેલની હત્યા થઈ હોવાનો ખુલાસો થઈ ગયો છે. ક્રાઇમ બ્રાન્ચે આ કેસની તપાસ જ્યારે નવે સરથી શરૂ કરી હતી ત્યારે પીઆઈ ના ઘરની ફરીથી જીનવર્ક પૂર્વક તપાસ કરી હતી. જેમાં એ.એ દેસાઈના પ્રયાસ સોસાયટીના ઘરમાંથી લોહીના ડાઘા મળ્યા હતા. ત્યારે આજે પીઆઈ અજય દેસાઈ એ પોતાના ગુન્હાની કબૂલાત કરી છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચે પી.આઈ અજય દેસાઈ અને કિરીટસિંહ સામે હત્યા અને પુરાવાના નાશ કરવાનો ગુન્હો નોંધવામાં આવ્યો છે.

કરજણમાં 4 જૂનની રાત્રે પોતાના બંગલોમાં જ સ્વીટી પટેલ અને પતિ અજય દેસાઈ વચ્ચે લગ્ન સંબંધે તકરાર થઈ હતી. ત્યાર બાદ રાતના 12.30 વાગ્યે સ્વીટી અને તેનું બાળક સુતંસ હતું ત્યારે જ પતિ અજય દેસાઈએ સ્વીટીનું ઊંઘમાં જ ગળુ દબાવી દીધું હતું. સ્વીટીની હત્યા બાદ લાશને કમ્પાસ ઝીપમાં મૂકી દીધી હતી. ત્યારબાદ બીજા દિવસે સ્વીટીની લાશ કિરીતસિંહ જાડેજાની અટાલી ખાતે જે હોટલ બને છે ત્યાં લઈ જઈને પુંઠ્ઠા લાકડા અને ઘાસ નાખીને લાશ સળગાવી દેવામાં આવી હતી. આરોપી PI એ.એ.દેસાઈ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ પત્ની સ્વીટીની હત્યા કર્યાનો સ્વીકાર કર્યો હતો. PI એ.એ.દેસાઈએ 2016માં સ્વીટી પટેલ સાથે મંદિરમાં લગ્ન કર્યા હતા. ત્યાર બાદ 2017માં અન્ય યુવતી સાથે લગ્ન કર્યા હતા. જો કે બન્નેને સાથે રાખવી શક્ય ન હોવાથી આરોપી પતિએ સ્વીટીની ગળેટૂંપો દઈ હત્યા કરી દીધી હતી.

જોવાની વાત એ છેકે છેલ્લા 45 દિવસથી વડોદરા પોલીસ તમામ બાબતે તપાસ કરી રહી હતી. તેને અજય દેસાઈ ના મોબાઈલ લોકેશન અને સીસીટીવીમાં તેની કાર ટોલટેક્સ પરથી પસાર થતી જૉઈ હતી તે શંકા ના આધારે વડોદરા પોલીસ તપાસ કરતી રહી 45 દિવસ તપાસ ચાલી પરંતુ કોઈજ પ્રકારના તથ્ય સુધી પોહચી શકી નહતી. પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે માત્ર 4 દિવસમાં આરોપી સુધી પોહચી સ્વીટી પટેલ ના કેસમાં આરોપી પીઆઈ પતિની ધરપકડ પણ કરવામાં આવી છે.

Next Story