Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : શ્રમિક અન્નપૂર્ણા યોજના, 22 ભોજન કેન્દ્ર તથા શ્રમ 'સન્માન' પોર્ટલનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

અમદાવાદ ખાતેથી રાજ્ય સરકારની શ્રમિક અન્નપૂર્ણા યોજના, 22 ભોજન કેન્દ્ર તથા શ્રમ 'સન્માન' પોર્ટલનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

અમદાવાદ : શ્રમિક અન્નપૂર્ણા યોજના, 22 ભોજન કેન્દ્ર તથા શ્રમ સન્માન પોર્ટલનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
X

અમદાવાદ ખાતેથી રાજ્ય સરકારની શ્રમિક અન્નપૂર્ણા યોજના, 22 ભોજન કેન્દ્ર તથા શ્રમ 'સન્માન' પોર્ટલનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ગુજરાત સરકારની શ્રમિક અન્નપૂર્ણા યોજના, 22 ભોજન કેન્દ્ર તથા શ્રમ 'સન્માન' પોર્ટલનું અમદાવાદ ખાતેથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે, જેના પડખે કોઈ નથી, તેની પડખે સરકાર છે. આ લોક ઉત્સવ અંત્યોદય વિચારને સાકાર કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંત્યોદયથી સર્વોદયના વિચારો મંત્રને સાકાર કરવા રાજ્ય સરકાર સતત કાર્યરત છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ અને ગાંધીનગર ખાતે આવેલા 22 કડીયાનાકા પરથી શ્રમયોગીઓને હવે ફક્ત 5 રૂપિયામાં જ પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવશે.

આ સ્થાયી કેન્દ્રો ઉપરાંત જે બાંધકામ સાઈટ પર 50થી વધુ શ્રમિકો આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તેમને ડોર સ્ટેપ ડિલીવરી સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, શ્રમિકો માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ અમલમાં છે. ડિજિટલ ઇન્ડિયા મંત્રને સાકર કરતાં આ યોજનાઓ માટે ઓનલાઈન પોર્ટલનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો.

Next Story