અમદાવાદના નવરંગપુરામાં આવેલ ટ્રાવેલ એજન્સીની ઓફિસમાંથી ભારતીય તેમજ અન્ય દેશોની ચલણી નોટ મળી કુલ 1.90 લાખ રૂપિયાની ચોરી થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં સ્ટેડિયમ સર્કલ પાસે સ્વસ્તિક હાઉસમાં આવેલ આયુષ ટ્રાવેલ્સની ઓફિસમાં ચોરીની ઘટના બની હતી. જેમાં બાથરૂમની બારીની ગ્રીલ કાપી તસ્કરોએ અંદર પ્રવેશી 1.62 લાખ રોકડ રકમ તેમજ 9 હજાર શ્રીલંકન કરન્સી, 250 શિંગાપુર ડોલર અને 150 યુરો ડોલરની ચોરી થતાં કુલ મળી 1.90 લાખ રૂપિયાની ચોરીને તસ્કરોએ અંજામ આપ્યો હતો. મહત્વની વાત તો એ છે કે, સરકાર અને પોલીસ દ્વારા ઘણા સમયથી કહેવામાં આવ્યું છે કે, જે તે કોમ્પ્લેક્સમાં સીસીટીવી ફરજિયાત લગાવો. પરંત્તુ કોમ્પ્લેક્સ વર્ષો જૂના હોવાથી સીસીટીવી લગાડવામાં આવ્યા નથી. હાલમાં પોલીસે આયુષ ટ્રાવેલ્સની ઓફિસની તપાસ કરી તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.અમદાવાદ : ટ્રાવેલ એજન્સીમાંથી ભારતીય તેમજ અન્ય દેશોની ચલણી નોટ તસ્કરોએ ઉઠાવી, પોલીસ તપાસ શરૂ...