/connect-gujarat/media/post_banners/87eb2ae736dabe2af3c855cc7df195eb05406e52093178acc9948647deadf613.jpg)
અમદાવાદ SOGએ સિંધુ ભવન રોડ પરથી રૂપિયા 30 લાખની કિંમતના ડ્રગ્સ સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા છે. આ બન્ને આરોપી પાલનપુરના એક વ્યક્તિ પાસેથી આ ડ્રગ્સ લાવ્યા હોવાની માહિતી સામે આવી છે.
અમદાવાદ SOG ડ્રગ્સ પેડલર અને માફિયાની પાછળ સિકંજો કસી રહી છે, ત્યારે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં એસ.જી. હાઇવે અને સિંધુ ભવન જેવા વિસ્તારમાં સાંજના સમય બાદ ભારે ભીડ જમા થતી હોય છે, અને અહી ડ્રગ્સની હેરાફેરી મોટી માત્રામાં થાય છે, ત્યારે SOG પોલીસને બાતમી મળી હતી કે, 2 વ્યક્તિ કાર લઈને આ વિસ્તારમાં ડ્રગ્સ સપ્લાય કરવા આવી રહ્યા છે, ત્યારે બાતમીના આધારે પોલીસે તપાસ કરતાં કારમાંથી 296 ગ્રામ 780 મિલીગ્રામ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેની બજાર કિંમત રૂ. 29 લાખની આસપાસ થાય છે. પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે ઈરફાન ઉર્ફે પોપટ સિંધી અને નયામત અલીખાન નાગોરીને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં આ ડ્રગ્સનો જથ્થો તેઓ પાલનપુરથી લાવ્યા હોવાનું બહાર આવ્યું છે. જેમાં એક ટ્રીપના બન્ને આરોપીને 5 હજાર રૂપિયા મળતા હતા. જોકે, આ જથ્થો અમદાવાદમાં કયા અને કોને આપવાનો હતો, તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.