Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : રખડતાં ઢોર મામલે ગુજરાત હાઇકોર્ટનું કડક વલણ, સરકારને કહ્યું : પગલાં માત્ર કાગળ પર કેમ..?

કોર્ટે પૂછ્યું હતું કે, તમારું કામ શું છે? જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, તમામ અધિકારીઓ હાજર છે. રખડતા ઢોર પર ટીમ સતત મોનિટરિંગ અને પેટ્રોલિંગ કરે છે.

અમદાવાદ : રખડતાં ઢોર મામલે ગુજરાત હાઇકોર્ટનું કડક વલણ, સરકારને કહ્યું : પગલાં માત્ર કાગળ પર કેમ..?
X

રખડતાં ઢોર મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન હાઈકોર્ટની ઝાટકણી બાદ તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સરકાર તરફથી એડવોકેટ જનરલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

રાજ્ય સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે, રખડતા ઢોર પર ટીમ સતત મોનિટરિંગ કરે છે. સંબંધિત તમામ વિભાગ મહેનતથી કામ કરે છે. મુકેશ કુમાર પણ કડક પગલા લેવા સહમતી દર્શાવી હતી. ગુજરાત હાઈકોર્ટે સરકારને મીડિયાના અહેવાલ બતાવ્યા હતા. ન્યૂઝ પેપર બતાવી કામગીરી અંગે કોર્ટે સરકારને સવાલ કર્યો હતો. કોર્ટે પૂછ્યું હતું કે, તમારું કામ શું છે? જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, તમામ અધિકારીઓ હાજર છે. રખડતા ઢોર પર ટીમ સતત મોનિટરિંગ અને પેટ્રોલિંગ કરે છે.

રાજ્યમાં સંબંધિત તમામ વિભાગ મહેનતથી કામ કરતા હોવાની રાજ્ય સરકારને રજૂઆત કરી હતી. જેની સામે કોર્ટે જણાવ્યું હતું કે, લીધેલા નિર્ણય અને પગલાં માત્ર કાગળ પર છે. આ તહેવારોનો સમય છે અને આવા સમયમાં અમે અકસ્માત થાય તેવું નથી ઇચ્છતા. આ સાથે જ તાજેતરમાં ભાવિન પટેલ નામના વ્યક્તિનું રખડતાં ઢોરના કારણે મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં મૃતકને રૂ. 5 લાખનું વળતર ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે. આ સાથે જ વહેલી તકે વળતર ચૂકવવામાં આવે તેવો પણ આદેશ કર્યો હતો.

Next Story