Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : વ્યાજખોરોના ત્રાસથી ત્રસ્ત દંપતિનો આપઘાત, ત્રણ વ્યાજખોરો સામે ફરિયાદ

કોરોના કાળમાં ધંધો પડી ભાંગતા વ્યાજે રૂપિયા લેવાની કીમંત અમદાવાદના ચાંદલોડીયાના યુવાને તેના તથા તેના પત્નીના મોતથી ચુકવવી પડી છે.

X

કોરોના કાળમાં ધંધો પડી ભાંગતા વ્યાજે રૂપિયા લેવાની કીમંત અમદાવાદના ચાંદલોડીયાના યુવાને તેના તથા તેના પત્નીના મોતથી ચુકવવી પડી છે.

અમદાવાદના ચાંદલોડિયાની ભવાનપુરા સોસાયટીમાં રહેતા 33 વર્ષના હિતેષ પંચાલ અને તેમની પત્ની એકતાએ ગત તા. 24ના રોજ કેનાલમાં કુદી આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલાં મૃતક હિતેશ પંચાલે તેના મોટાભાઈને વ્યાજખોરોનો ત્રાસ હોવાના મેસેજ કર્યા હતા.વોટ્સએપ મેસેજીસના આધારે સોલા પોલીસે સિંધુ ભવન રોડના જગદીશ દેસાઈ, જલા દેસાઈ અને વ્યાસવાડી વિસ્તારના જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુ વાઘેલા નામના વ્યાજખોરો સામે ગુનો નોંધી તપાસ કાર્યવાહી શરૂ કરી છે. મૃતક હિતેશ પંચાલ મેડીકલ સ્ટોરમાં નોકરી કરતો હતો જયારે તેની પત્ની એકતા ગૃહિણી હતી. બે વર્ષ પહેલાં ધંધામાં ખોટ જતાં તેણે 6 લાખ રૂપિયા વ્યાજે લીધાં હતાં. મુડી કરતાં હિતેશે વ્યાજ વધારે ચુકવી દીધું હોવા છતાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી ચાલુ રાખતાં હિતેશ નાસીપાસ થઇ ગયો હતો અને આખરે પત્ની સાથે કેનાલમાં ઝંપલાવી દીધું હતું.

Next Story
Share it