અમદાવાદ : ચરસના જથ્થા સાથે સુરતના યુવાનની SOGએ ધરપકડ કરી, રૂ. 1.40 લાખનો મુદામાલ જપ્ત

ચાંદલોડિયા તળાવ નજીકથી ચરસના જથ્થા સાથે એક ઈસમની SOG પોલીસ દ્વારા ધરપકડ સાથે રૂપિયા 1.40 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

New Update
અમદાવાદ : ચરસના જથ્થા સાથે સુરતના યુવાનની SOGએ ધરપકડ કરી, રૂ. 1.40 લાખનો મુદામાલ જપ્ત

અમદાવાદ શહેરના ચાંદલોડિયા તળાવ નજીકથી ચરસના જથ્થા સાથે એક ઈસમની SOG પોલીસ દ્વારા ધરપકડ સાથે રૂપિયા 1.40 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

અમદાવાદ SOG પોલીસ દ્વારા ચાંદલોડિયા તળાવ નજીક આવેલ દુર્ગા સ્કૂલ પાસેથી ચરસના જથ્થા સાથે એક ઈસમની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મૂળ સુરતના મેહુલ પંડ્યા પાસેથી 922 ગ્રામ ચરસનો જથ્થો જપ્ત કર્યો હતો. આ ચરસના જથ્થાની કિંમત 1,43,480 રૂપિયા જેટલી થવા જઈ રહી છે, ત્યારે આરોપી આ ચરસનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો, અને ચાંદલોડિયામાં કોને આપવાનો હતો, તે દિશામાં SOG પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Latest Stories